જામનગર: 12 ઉમેદવારોની ડીપોઝીટ ડુલ, નોટા બન્યો ચોથા નંબરનો ઉમેદવાર, લીડના તારણો કાઢનારા ખોટા પડ્યા

0
937

જામનગર લોકસભા બેઠકનું પરિણામ રાજકીય વિશ્લેક્ષકોને પણ વિચારતા કરી મુકનારું બની રહ્યું, ક્ષત્રીય આંદોલન અને પાટીદાર ઉમેદવાર ભાજપા માટે પ્રતિકુળ રહ્યાની છે ક રિજલ્ટના દિવસ સુધી કારણો સાથે ચર્ચાઓ થઇ હતી. પરંતુ ઈવીએમએ તમામ અટકળોનો અંત લાવી દીધો, મામુલી લીડથી ભાજપા જીતે છે એવા દાવાઓ વચ્ચે બેન સડસડાટ વિજય પર આગળ તો નીકળ્યા પણ ગત લોકસભા કરતા પણ વધુ લીડથી ચૂંટાઈ આવ્યા,


જામનગર લોકસભા બેઠક પર ભાજપના પુનમબેન માડમે હેટ્રિક લગાવી ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો, વધુ એક વખત હાલારની દીકરીએ સાબિત કરી દીધું કે તેઓએ કરેલ કાર્યોને હાલારીઓએ વધાવી લીધા છે. આ વખતે ઈવીએમમાં તો નોટા ઉપર આવ્યો પણ બેલેટ પેપરમાં પણ નોટાના મતની સંખ્યા વધી છે. કુલ 10,૫૧,૪૬૫ મતદારોએ પોતાની ફરજ અદા કરી મતદાન કર્યું હતું. જેમાં ભાજપના પુનમબેન માડમને પોસ્ટલ બેલેટ સહીત કુલ ૬૨૦૦૪૯ મત મળ્યા જયારે કોંગ્રેસના જેપીને 3,૮૨,૦૪૧ મત મળ્યા આમ બેનનો 2,૩૮,૦૦૮ મતથી વિજય થયો છે. રસપ્રદ બાબત એ રહી કે કુલ ૧૪ ઉમેદવારો પૈકી અનવર સંઘાર એવા એક માત્ર ઉમેદવાર છે જેઓને એક પણ બેલેટ પેપરથી મત મળ્યો નથી.

નોટાની વાત કરવામાં આવે તો, આ વખતે ૧૧૦૮૪ મતદારોને એક પણ ઉમેદવાર પસંદ ન પડ્યો, ઓર તો ઓર ૧૧૨ પોસ્ટલ મતદારોએ પણ તમામ ઉમેદવારોને જાકારો આપ્યો છે. નોટા જે મત પડ્યા એ ચોથા નંબરના સૌથી વધુ મત છે. જયારે કુલ ૩૧૩૧ માન્ય પોસ્ટલ બેલેટ પેપર મત માંથી ૨૩૦ મત રિજેક્ટ થયા છે. પોસ્ટલ બેલેટના આકડાઓની વાત કરી એ તો વિજેતા બનેલા પુનમબેનને ૧૯૨૯ મત જયારે કોંગ્રેસના જેપીને ૧૦૯૨ મત મળ્યા છે. આ બેઠક પરના કુલ ૧૪ ઉમેદવારો પૈકી 12 ઉમેદવારોની ડીપોજીટ ડુલ થઇ છે.


સાત બેઠક પર ભાજપાને કેટલી લીડ ?
કાલાવડ બેઠક પર ભાજપાને ૧૦૨૯૨ મત, જામનગર ગ્રામ્ય બેઠક પર ૧૨૨૫૨, જામનગર ઉતર બેઠક પર ૪૦૬૮૬, જામનગર દક્ષીણ બેઠક પર ૪૪૩૪૫, જામજોધપુર બેઠક ઉપર ૨૬૨૪૯ મત, ખંભાલીયા બેઠક ઉપર ૪૨૯૪૩ મત અને દ્વારકા બેઠક ઉપર ૬૦૪૦૪ મતની સરસાઈ મળી છે.

તારણ બધાય ખોટા પડ્યા


મતદાન પૂર્ણ થયા બાદ લોકસભા બેઠકની સાત વિધાસભા બેઠક પર રાજકીય પંડિતો અને વિશ્લેષકોએ તારણો રજુ કર્યા હતા જેમાં કાલાવડ, જામજોધપુર અને જામનગર ગ્રામ્ય બેઠક પર કોંગ્રેસ લીડ પ્રાપ્ત કરશે એવું તર્ક બદ્ધ તારણ રજુ કરવામાં આવ્યા હતા. કારણ કે આ ત્રણેય બેઠકો પાટીદાર પ્રભાવિત બેઠકો છે તો કોંગ્રેસમાંથી બે દાયકા બાદ પાટીદાર યુવા ચહેરો મેદાને આવ્યો હતો. ઉપરાંત આ ત્રણેય બેઠકો પર ક્ષત્રીય આંદોલનની અસર પણ જોવા મળી હતી. ભાજપાની ૩૦-૪૦ હજારની માંમુલી લીડથી જીત થશે એવા તારણો સામે આવ્યા હતા. પરંતુ આ તમામ તારણોનો પરિણામ બાદ છેદ ઉડી ગયો છે. કોંગ્રેસ એક પણ બેઠક પર લીડ પ્રાપ્ત ન કરી શકી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here