જામનગર : સરકારે ધારાસભ્ય ચિરાગ કાલરીયાની રજૂઆત ગ્રાહ્ય રાખી, ટેકાના ભાવે હવે ૨૫ કિલોની મગફળીની ભરતી

0
650

જામનગર : જામનગર જીલ્લાના જામજોધપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ રાજ્ય સરકારને ખેડૂતલક્ષી કરેલ રજૂઆત આજે સરકારે ગ્રાહ્ય રાખી છે. જેમાં ભારે વરસાદના કારણે મગફળીના પાકને થયેલ નુકસાની અને ઓછી ગુણવતા વચ્ચે સરકાર દ્વારા બનાવાયેલ નિયમોને હળવા કરવા માટે કરવામાં આવેલ રજૂઆતને ગ્રાહ્ય રાખી છે.

જામજોધપુર, લાલપુર સહિતના જીલ્લામાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા શરુ કરવામાં આવી છે પરંતુ ખરીદી પ્રક્રિયામાં અમુક સમસ્યાઓ સામે આવી હતી. જે સમસ્યાઓના નિરાકરણ માટે સરકારે આગળ આવવા ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ મુખ્ય મંત્રીને રજુઆત કરી હતી. જેમાં ભરતીમાં ૨૫ મણનો સમાવેશ કરવાની માંગણી કરી હતી અને ભેજના પ્રમાણ સહિતની બાબતે છુટછાટ આપવાની માંગણી કરી હતી. જે અનુસંધાને આજે રાજ્ય સરકારના મંત્રી જયેશ રાદડિયાએ જાહેર કર્યું હતું કે હવે ટેકાના ભાગે મગફળી ખરીદીમાં એક ગુણમાં ૨૫ કિલોની ભરતી કરવામાં આવશે. સરકારના આ નિર્ણયને કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ વધાવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here