જામનગર : હાલારના ૪ સહીત રાજ્યના ૩૬ મામલતદારની બદલીઓ

0
1118

જામનગર અપડેટ્સ  : જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લા સહીત રાજ્યના ૩૬ મામલતદારની આજે રાજ્ય સરકારે બદલી કરતા ઓર્ડર બહાર પાડ્યા છે. જેમાં જામનગરના ધ્રોલ અને મહાનગર પાલિકાના ઇન વેઈટીંગ મામલતદાર તેમજ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં બે મામલતદારની અન્યત્ર બદલી કરવામાં આવી છે.

રાજ્યના ૩૬ મામલતદારની બદલી કરતા ઓર્ડર આજે નીકળ્યા છે. જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના ચાર મામલતદારની બદલીના ઓર્ડર નીકળ્યા છે. જેમાં દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખાના મામલતદાર વિવેક બારહટની ભુજ ખાતે અને દ્વારકા કલેકટરેટ કચેરીમાં ફરજ બજાવતા મામલતદાર વી બી ધ્રુવની જામનગર ડીજાસ્ટર મેનેજમેન્ટ સેલના મામલતદાર તરીકે બદલી કરવામા આવી છે. જયારે જામનગર મહાનગર પાલિકાના ઇન વેઈટીંગ લીસ્ટમાં રહેલા એચ કે પરમારની દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલેકટરેટ કચેરીમાં નિમણુક આપવામાં આવી છે. જયારે ધ્રોલના મામલતદાર રાજુ હુણની ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા ખાતે બદલી કરવામાં આવી છે. આ ઓર્ડરમાં રાજ્યના ૩૬ મામલતદારોની બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here