જામનગર તાલુકાના લોઠીયા ગામે ખેત મજુરી કરતા શ્રમિક પરિવારની યુવતીને ભગાડવા ગયેલ અન્ય શ્રમિક સખ્સોએ તેણીની બહેન-બનેવી પર હુમલો કરી બંનેને ઘાતક ઈજાઓ પહોચાડી હતી. ૨૫ દિવસ પૂર્વેના આ બનાવ બાદ ઘાયલ મહિલાને હોસ્પિટલ લઇ જતી વખતે તેણીનું મૃત્યુ નીપજતા આ બનાવ હત્યામાં પલટાયો હતો. પંચકોશી બી ડીવીજન પોલીસે ત્રણેય હુમલાખોર સખ્સો સામે હત્યા સબંધિત ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર તાલુકાના લોઠીયા ગામે હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુજબ, અત તા. ૩૧/૧/૨૦૨૪ના રોજ રાત્રીના સમયે જગદીશભાઈ પીપળીયાની વાડીએ શ્રમિક પરિવાર સુતો હતો ત્યારે બાજુમાં આવેલ ખોજા બેરાજા ગામે ખેત મજુરી કામ કરતા પિશુ ઉર્ફે રમેશભાઇ પ્રતાપભાઇ બામણીયા, દિનેશ નંગરશીભાઇ બામણીયા તથા સુંદર નંગરશીભાઇ બામણીયા રહે-ત્રણેય હાલ-ખોજા બેરાજા મનસુખભાઇ ભંડેરીની વાડીએ તથા ભાવસીંગ દિપસીંગ વાસ્કલે રહે-હાલ ચંન્દ્રગઢ કૈલાશભાઇ સોરઠીયાની વાડી તા.જી.જામનગર વાળા સખ્સો બોથડ હથીયારો સાથે વાડીમાં ઘસી આવ્યા હતા અને સુતેલ પરિવારને પડકાર્યો હતો. લાકડાના ધોકાઓ સાથે વાડીમાં ઘુસેલા સખ્સોએ બહાદુર દૌલાભાઇ ગુમલાભાઇ ભુરીયા તેની પત્નિ લલીતા ઉર્ફે લલ્લી જાગી ગયા હતા. જેને લઈને આ ચારેય આરોપીઓએ એ પોતાના હાથમા રહેલ ધોકા વડે દંપતી પર હુમલો કરી દીધો હતો . આરોપીઓએ ધોકા તથા ઢિકા પાટુ થી પેટમા તથા વાસામા તથા મોઢા પર તથા પગના અંગુઠામા માર મારેલ જેમા બહાદુર દૌલાભાઇ ગુમલાભાઇ ભુરીયાની પત્નિને ગંભીર ઇજાઓ પહોચી હતી.
દરમિયાન તેણીને પ્રાથમિક સારવાર લાલપુર સરકારી હોસ્પીટલ ત્યાર બાદ ઝાંબવા સરકારી હોસ્પીટલમાં સારવાર આપવામાં આવી હતી જ્યાંથી તેણીને દાહોદ પવન હોસ્પીટલ ખાતે વધુ સારવાર આપી વડોદરા ખાતે સિફટ કરવામાં આવતા હતા. તે દરમ્યાન રસ્તામા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવ અંગે બહાદુર દૌલાભાઇ ગુમલાભાઇ ભુરીયાએ ચારેય આરોપીઓ સામે પંચકોશી બી ડીવીજન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ મોઢવાડિયા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે. આરોપીઓએ બહાદુર દૌલાભાઇ ગુમલાભાઇ ભુરીયાની સાળી અને મૃતકની બહેનને ભગાડવા માટે આવ્યા હોવાનું ફરીયાદમાં સામે આવ્યું છે. સાળીનું અપહરણ કરવા આવેલ સખ્સોને પડકારી બહાદુર અને તેની પત્નીએ આરોપીઓનો સામનો કર્યો હતો. પરંતુ આ હુમલામાં બહેનને બચાવવા જતા બહેનનો ભોગ લેવાયો છે.