જામનગર: છોકરીને ભગાડવા ગયેલ જમાઈએ સસરા પર કર્યો ખૂની હુમલો

0
926

જામનગરમાં ઝુપડામાં સુતેલ છોકરીને ભગાડવા ગયેલ સખ્સે તેના જ સસરા પર હુમલો કરી હત્યા નીપજાવવાનો પ્રયાસ કર્યો હતો. માથાના ભાગે કુહાડાનો એક ઘા ફટકારી દેતા આધેડ લોહી લુહાણ થઇ ગયા હતા. ગંભીર હાલતમાં ઘાયલ આધેડને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પોલીસે આરોપી સામે હત્યા પ્રયાસ સબંધિત ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરુ કરી છે.

જામનગરમાં પ્રણામી વે બ્રિજ પાસેના ઝુપડપટ્ટીમાં હત્યા પ્રયાસની ઘટના ઘટી હતી. આ બનાવ અંગે દરેડ શીવ હોટલ પાછળ રહેતા અને અહી મજુરી કામ કરતા મુળ ગામ શેમલીયા બડા તા.જી.જાબુંઆ રાજય મધ્યપ્રદેશના આનંદ ફતુભાઇ પારઘીએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોતાના  મોટાભાઈ સજનસિંહ અને તેની દિકરી નવીતાબેન તેના ઝુપડામાં સુતા હતા ત્યારે કરણ રહે.એમ.વી.વાળો તેના સસરા સજનસિંહના ઝુપડે જઇ ચડ્યો હતો. આરોપી કરણ આનંદની ભત્રીજી અને આરોપીની સાળી નવીતાબેનને ભગાડવા આવ્યો હતો. જેને લઈને આરોપીના સસરા સજનસિંહ નિંદરમાથી જાગી ગયા હતા.  જેથી આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તેના સસરા સજનસિંહ પર કુહાડી વડે હુમલો કર્યો હતો. જેમાં માથાના ભાગે કુહાડીનો એક ઘા વાગતા સજ્જનસિંહને ગંભીર ઈજાઓ પહોચી હતી. પોલીસે આ બનાવ અંગે આરોપી સામે હત્યા પ્રયાસ સહિતની કલમો મુજબ ફરિયાદ નોંધી સીટી એ ડીવીજનના પીઆઈ ચાવડા સહિતના સ્ટાફે નાશી ગયેલ આરોપીઓને પકડી પાડવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here