જામનગર : મેડિકલ હોસ્ટેલમાંથી ઇંટર્ન ડોકટર્સના ચાર લેપટોપની દિવસે ચોરી, જાણભેદુ ચોર ?

0
269

જામનગર : જામનગરમાં પીજી હોસ્ટેલમાં રહેતા ઇંટર્ન ડોકટર્સના ચાર લેપટોપની ચોરી થવા પામી છે. જો કે આ ચોરી જે તે તાળાની ચાવીથી જ ખુલી ચોરી થઈ હોવાથી ચોરી જાણ તસ્કરો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

જામનગરમાં ચોરીનો વધુ એક બનાવ પોલીસ દફતરે પહોંચ્યો છે. શહેરના જીજી હોસ્પિટલ પરિસરમાં આવેલ પી.જી.હોસ્ટેલમાં શનિવારે સવારથી બપોર સુધીના દિવસના ગાળા દરમિયાન પી.જી.હોસ્ટેલ રૂમ નં.૧૦૦૮માં રહેતી ઇંટર્ન મહિલા ડોકટર કિંજલબેન રમણભાઈ પટેલ તથા તેની બાજુમાં જ આવેલ અન્ય ત્રણ રૂમનું તાળું ખોલી કોઈ ચોર રૂપિયા ૧,૨૨,૦૦૦ની કિંમતના ચાર ૩૨,૦૦૦ તથા ત્રણ અન્યના અલગ અલગ કંપનીના લેપટોપ સહિત રૂપિયા ચાર લેપટોપ ચોરી કરી પરત નાશી ગયા હતા. આ બનાવ અંગે બપોરે રૂમ પર ગયેલ ડોકટર કિંજલને જાણ થઈ હતી. દરરોજ અભ્યાસ કરવા અને જીજી હોસ્પિટલ જતી વખતે હોસ્ટેલના રૂમને તાળું મારી ચાવી વેન્ટીલેશન પાસે રાખી જતા હોવાનું જામે આવ્યું છે. આ જ જગ્યાએથી ચાવી લઈ કોઈ જાણભેદુ શખ્સોએ હાથ માર્યો હોવાની વિગતો સામે આવી છે. આ બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here