જામનગર: ભંગારના વેપારીને અડધા કરોડનું બુચ મારતો કારખાનેદાર

0
3568

જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં રહેતા બ્રાસનો ભંગાર વેચતા વેપારી પાસેથી દરેડમાં કારખાનું ધરાવતા એક આસામીએ પાંચ માસના ગાળામાં જુદા જુદા દિવસે એકંદરે એક હજાર કિલો બ્રાસ ભંગાર ખરીદી રૂપિયા ન આપી અડધા કરોડ રૂપિયાની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ સામે આવી છે. પ્રથમ વખત કરેલ વ્યાપારના રૂપિયા ચૂકતે કરી વિશ્વાસ સંપાદન કર્યા બાદ બાકીના ચાર વ્યવાહરનો રૂપિયા નહી ચૂકવી કારખાનેદારે છેતરપીંડી આચરી હોવાની વિગતો જાણવા મળી છે.

જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં બાલમુકુન્દ સોસાયટીમાં રહેતા અને બ્રાસના ભંગારનો વેપાર કરતા સુખદેવસિંહ પ્રવીણસિંહ જાડેજા અને તેના ભત્રીજા પ્રદીપસિંહ જાડેજા પાસેથી દરેડ જીઆઈડીસી વિસ્તારમાં મંત્રા એન્ટરપ્રાઈજ નામની બ્રાસનું કારખાનું ધરાવતા ધર્મેશ જમનભાઈ રામોલીયાએ તા. ૧૧/૧૨/૨૦૨૩ના રોજ ૪૪૨ કિલો બ્રાસનો વિલાયતી ભંગાર ખરીદ કરી રોકડેથી પેમેન્ટ ચૂકતે કર્યું હતું. ત્યારબાદ તા. ૩૧/12/૨૦૨૪ના રોજ રૂપિયા ૫૫૪૨૦૧૬ ની કીમતનો  એક હજાર કિલો ઉપરાંત બ્રાસનો ભંગાર ખરીદ કર્યો હતો. ત્યારબાદ ૧૦/૦૧/૨૦૨૪ના રોજ જરૂરિયાત મુજબ આ જ પેઢી પાસેથી ધર્મેશએ રૂપિયા ૯૦૦૨૭૮ની કિંમતનો ૧૬૦૦ કિલો ઉપરાંત ભંગાર ખરીદ કર્યો હતો. ત્યારબાદ તા.૧૫/૧/૨૦૨૪ના રોજ ફરીથી રૂપિયા ૧૨૪૮૩૪ની કીમતનો ૧૪૯૮ કિલો ભંગાર ખરીદ કરી બીલ બાકી રખાવ્યું હતું અને છેલ્લે તા. ૧૪/03/૨૦૨૪ના રોજ ૧૯૧૩૧૩૧ની કીમતનો ૩૪૯૮ કિલો બ્રાસનો ભંગાર ખરીદ કર્યો હતો. આ પાંચ મહિનાના ગાળામાં કુલ પાંચ વખતમાં ૯૯૩૩ કિલો બ્રાસનો વિલાયતી ભંગાર ખરીદ કર્યો હતો.

જેની જીએસટી સહિતની કીમત રૂપિયા ૫૦,૪૫,૫૮૩ થવા જાય છે. અડધા કરોડ ઉપરાંત રૂપિયા નહી આપી કારખાનેદારે બ્રાસ ભંગારના ધંધાર્થી સાથે છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધી સીટી સી ડીવીજન પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here