જામજોધપુર: એલસીબીએ બાવરીદળ ગામે ચાલતા જુગાર પર પાડ્યો દરોડો

0
761

જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના બાવરીદળ ગામે બંધ બારણે ચાલતા જુગાર પર જામનગર એલસીબી પોલીસે દરોડો પાડી એક મહિલા સહીત આઠ સખ્સોને જુગાર રમતા પકડી પાડ્યા છે. પોલીસે તમામના કબ્જા માંથી રૂપિયા સવા બે લાખની રોકડ અને બે કાર સહીત રૂપિયા બાર લાખ ઉપરાંતનો મુદ્દાબળ કબજે કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી કરી હતી.

બાવરીદળ ગામનો જ સખ્સ જામનગર અને દ્વારકા જીલ્લાના જુગાર રસિકોને બોલાવી અખાડો ચલાવતો હોવાનું સામે આવ્યું છે. જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના શેઠવડાળા પોલીસ દફતરની હદમાં આવતા બાવરીદળ ગામની સીમમાં રાણાભાઈ ગાગિયાની ભાગીદારી વાળી જમીન વાવતા સંજય કિશોર સીતાપરાનામનો બાવરીદળ ગામનો સખ્સ બહારથી જુગાર રસીકો બોલાવી જુગારધામ ચલાવતો હોવાની જામનગર એલસીબી પોલીસને બાતમી મળી હતી જેના આધારે એલસીબી સ્ટાફે દરોડો પાડ્યો હતો.

જેમાં સંજયભાઇ કિશોરભાઇ સિતાપરા કોળી ઉપરાંત જુગાર રમતા જયેશભાઇ ભાયાાભાઇ બેલા રહે.જામકલ્ણપુર કોર્ટની પાછળ જી.દેવભુમી દ્રવારકા, નથુભાઇ નારણભાઇ કાંબરીયા રહે.ખંભાળીયા જુના પાંજરાપોર ની આગળ બેઠક રોડ જી.દેવભુમી દ્રવારકા, ભાવેશભાઇ જેન્તીભાઇ જોષી રહે.હાબેડીગામ તા.કલ્યાણપુર. જી.દેવભુમી દ્રવારકા, મુર્તુજા કાસમભાઇ ખીરા રહે.કનસુમરાગામ વાડી વિસ્તાર તા.જી.જામનગર, વીમલભાઇ વલ્લભભાઇ પાડલીયા રહે.ભાણવડ વેરાળનાકા બહાર ગર્લ્સ સ્કુલની પાછળ જી દેવભુમી દ્રવારકા વાળાઓ આબાદ પકડાયા હતા.

આ ઉપરાંત આ સખ્સોની સાથે અરસીભાઈ સામતભાઇ નંદાણીયા રહે.ગોકુલનગર અયોધ્યાનગર શેરી નં-૩ જામનગર,  ક્રિષ્નાબેન પોપટભાઇ રામજીભાઇ પરમાર રહે.અંધાઆશ્રમ ફાટક પાસે આવાસ બ્લોક નં-૩૯ રૂમ નં-૧૦ જામનગર વાળા તમામ ઇસમોએ ગંજી પતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હાર જીત કરતા આબાદ પકડાયા હતા.પોલીસે તમામ પાસેથી રોકડ રૂ. ૨,૨૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નં-૭ કિ.રૂ.૪૦,૦૦૦/- તથા બે કાર.કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૧૨,૬૦,૦૦૦/- ના મુદામાલ કબજે કરી જુગાર ધારા મુજબ ફરિયાદ દાખલ કરી સેઠવડાલ પોલીસ હવાલે કર્યા હતા.

આ કાર્યવાહી એલસીબી પીઆઈ વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ પીએસઆઈ આર.કે.કરમટા તથા પીએસઆઈ પી.એન.મોરી તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા કિશોરભાઇ પરમાર, હરદીપભાઇ બારડ, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઇ મૈયડ, ધમેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્રારા કરવામા આવેલ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here