જામનગર : રાત્રી કર્ફ્યુંમાં પણ મિત્રો મનાવતા હતા બર્થ ડે પાર્ટી ત્યાં ‘મોર’ બોલ્યા

0
1756

જામનગર અપડેટ્સ : જામનગર સહિત રાજ્યના અન્ય ૩૬ શહેરોમાં હાલ કોરોનાને લઈને નિયંત્રણો લાદી દેવામાં આવ્યા છે. જો કે રાત્રી કર્ફ્યું યથાવત રાખવામાં આવ્યો છે. આ રાત્રી કર્ફ્યુંમાં શહેરના એક વિસ્તારમાં મિત્રની બર્થ ડે પાર્ટી મનાવતા સખ્સોને પોલીસે પકડી પાડી કાયદાના પાઠ ભણાવ્યા હતા.


હાલ રાત્રી કર્ફ્યું ચાલી રહ્યો છે. જેમાં આવશ્યક કામ સિવાય અવરજવર પર સદંતર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પોલીસ દરરોજ રાત્રે અનેક સખ્સો સામે કાર્યવાહી કરી રહી છે. છતાં બેપરવાહ નાગરિકોને કોઈ સમજણ આવતી જ નથી. ગઈ કાલે સીટી બી ડીવીજન પોલીસ પોતાના વિસ્તારમાં રાત્રી કર્ફ્યું પેટ્રોલિંગમાં હતી ત્યારે અમુક સખ્સો જાહેરમાં આવી મિત્રનો બર્થ ડે ઉજવી રહ્યા હોવાની વિગતો સામે આવી હતી જેને લઈને પોલીસે તે દિશામાં કાર્યવાહી કરતા રાત્રે રાત્રી કર્ફ્યુંનો અનાદર કરી મિત્રનો જન્મ દિવસ ઉજવતા નવાઝ રજાકભાઇ આંબલીયા રહે. લંઘાવાડનો ઢાળીયો, આરબ ફળી, જામનગર. અજરૂદીન જુસબભાઇ સોરા ઉ.વ.૨૭ રહે. નદીપા, શેરી નં.૧, અલબાઇ મસ્જીદ પાસે, જામનગર, ભાર્ગવ મનીષભાઇ જેઠવા ઉ.વ.૨૨ રહે. હાલાર હાઉસ, ગીતા એપાર્ટેમન્ટ, બ્લોક નં. ૧૩, જામનગર, નિમેશ કિશોરભાઇ વારા, રહે. સુભાષ માર્કેટ પાછળ, મોચીસાર પખાલીવાડ, જામનગર, એજાજ અલારખાભાઇ સાંઢ જાતે સંધી ઉ.વ.૨૧ ધંધો પ્રા.નોકરી રહે. લંઘાવાડનો ઢાળીયો, આરબ ફળી, જામનગર અને સમીર રફીકભાઇ ગોધાવીયા પીંજારા રહે. લંઘાવાડનો ઢાળીયો, હનુમાન મંદિર પાસે, જામનગર વાળા સખ્સો આબાદ પકડાઈ ગયા હતા. પોલીસે તમામ સખ્સો સામે ધી એપેડેમીક ડીસીઝ એકટ ૧૮૯૭ ની કલમ ૩ તથા આઈ.પી.સી. કલમ ૧૮૮, ૨૭૦ તથા ગુજરાત પોલીસ અધીનિયમન ૧૯૫૧ ની કલમ ૧૩૯ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટં એકટ ૨૦૦૫ ની કલમ ૫૧બી મુજબ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here