જામનગર: એલિઝાબેથ બીજાના રાજ્યાભિષેકમાં સહભાગી બન્યા હતા જામ રાજવી

0
564

તાજેતરમાં ઇંગ્લેન્ડના મહારાણી એલિઝાબેથ બીજાનું અવસાન થયું છે મહારાણી સાથે જોડાયેલી યાદોને જામનગરના જામ રાજવી શત્રુશલ્યજીએ યાદ કરી છે. મહારાણીના રાજ્ય અભિષેક સમયની પોતાના અભ્યાસકાળની યાદોને તેઓએ શબ્દો દ્વારા વર્ણવી છે જે અત્રે પ્રસ્તુત છેમહારાણી એલિઝાબેથ બીજા અંગે જામ સાહેબના વિચારો

મહારાણી એલિઝાબેથ બીજા વર્ષ 1953માં ગાદી પર બિરાજયા હતા, તે સમયે હું બાર વર્ષનો હતો અને સ્વીટઝરલેન્ડમાં ભણતો હતો. મારા મરહુમ પિતાજી જામ સાહેબ શ્રી દિગ્વિજયસિંહજીએ મને તેમની સાથે લઇ ગયા હતા. આ પ્રભાવિત કરનાર અને ખૂબ આકર્ષક એવા રાજ્ય અભિષેક સમારોહમાં લઈ ગયા હતા  હું આ પ્રભાવિત કરનારા અને ખૂબ આકર્ષક એવા રાજ્ય અભિષેક સમારોહની પરેડનો સાક્ષી બન્યો હતો. મહારાણીની સવારીમાં ટોગોના રાણીએ પણ ચાંદીની શાહી કેરેજમાં ભાગ લીધો હતો. તે સમયે ખૂબ જ જોશીલું વ્યક્તિત્વ ધરાવતા હતા અને બંને તરફની ને હાથ હલાવી અભિવાદન કરી રહ્યા હતા. તે વિશાળકાય હોવાથી સરળતાથી લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ગયા હતા. 

અમે મુખ્ય ચર્ચમાં રાજ્ય અભિષેક વિધિ ટીવીમાં નિહાળી હતી. આ પ્રસંગ પ્રભાવજનક અને ખૂબ મહત્વપૂર્ણ હતો. વિશેષ કરીને મહારાણીના રાજ્યભિષેકની વિધિના ભાગરૂપે પડદા પાછળ તેમને વિશેષ તેલથી કરાવવામાં આવતી સ્નાનની વિધિ પણ અવિસ્મરણીય હતી. હું અને મારા પિતા તથા સર્વે હોટલમાં રોકાયા હતા જ્યાં તે દિવસે સવારે જ અમને માહિતી મળી હતી કે એડમંડ હિલેરી અને નોર્ગે તેન્જિંગએ બ્રિટિશ એવરેસ્ટ અભિયાનને સફળ બનાવ્યું છે અને માઉન્ટ એવરેસ્ટ પર પગ મુકનારા પહેલા નસીબ બનતા સાહસિક બન્યા હતા અને તેમની આ સિદ્ધિને મહારાણીના રાજ્ય અભિષેકની ભેટ જ માની વધાવી હતી

ત્રણ દિવસ પછી હું જ્યાં અભ્યાસ કરતો હતો તે સ્વીઝરલેન્ડની શાળામાં પહોંચી ગયો અને થોડા અઠવાડિયા પછી હું ઇંગ્લેન્ડમાં પબ્લિક સ્કૂલમાં દાખલ થયો હતો, ત્યાં હું સ્ટડીમાં એક અંગ્રેજી વિદ્યાર્થી સાથે કામ કરતો, તેની દીવાલો પર એલિઝાબે ટેલરની તસવીરો ચોટાડેલી હતી જ્યારે મારી દીવાલો મહારાણી એલિઝાબેથના ચિત્રોથી સોભતી હતી. હું જીવનભર મહારાણી અને ડ્યુક ઓફ એડનબરોનો પ્રશંસક રહયો છું કે જેઓ હું કંઈ પણ કરું હંમેશા મારા વિચારોમાં રહ્યા છે. હવે 70 વર્ષ બાદ આપણે આ બંને પ્રભાવશાળી વ્યક્તિત્વ વિના જીવવાનું છે ઇંગ્લેન્ડ પહેલા જેવું ક્યારેય નહીં જોવા મળે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here