જામનગર : જામનગર જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જીલ્લાભરના આચાર્યથી માંડી પટ્ટાવાળાઓને થઇ રહેલા અન્યાય અને સંયોજકોની રજુઆતો પણ ધ્યાને નહિ લેવાતા ધરી દેવામાં આવેલ રાજીનામાં બાદ પણ કોઈ હલચલ નહી થતા આવતી કાલે જામનગર જીલ્લા આચાર્ય સંઘ દ્વારા જીલ્લા શિક્ષણાધિકારીને કચરીએ તાળાબંધી કરી વિરોધ દર્શાવશે.
જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા છેલ્લા ઘણા સમયથી આચાર્ય, શિક્ષક, ક્લાર્ક અને પટાવાળા સહિતનોના ઉચ્ચતર પગાર ધોરણ કામગીરીમાં ફેરફાર આદેશો, મહતમ સંખ્યા વાળી શાળાઓ બંધ કરવી, પ્રાઈવેટ શાળાને પ્રોત્સાહન આપવું આવા અનેક પ્રશ્નો વારંવાર રજુઆતો કરી હતી. જેને લઈને કોઈ પ્રશ્નો હલ થતા નથી. બીજી તરફ સતત અવગણનાને લઈને જીલ્લાના સાતેય સંયોજકોએ પણ રાજીનામાં ધરી દીધા હતા. આ તમામ બાબતે આવતી કાલે સોમવારે જીલ્લા આચાર્ય સંઘ દ્વારા જામનગર ખાતેની જીલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ તાળાબંધી કરશે.