જામનગર : આ નિવૃત અધિકારી પાસેથી મળી ૫.૪૭ કરોડની અપ્રમાણસરની મિલકત, કોણ છે અધિકારી ?જાણો

0
1154

જામનગર : જામનગરની માર્ગ અને મકાન પેટા વિભાગ કચેરીમાં ફરજ બજાવી નિવૃત થયેલ વર્ગ બે અધિકારી સામે અપ્રમાણસરની મિલકત સબંધિત કરવામાં આવેલ આંકલન બાદ બેનામી સંપતી જાહેર કરવામાં આવી છે. એસીબીએ આજે આ સંપતી જાહેર કરી છે. જેમાં કુલ આવકના ૧૧૧ ટકા એટલે કે , રૂપિયા ૫.૪૭ કરોડની સંપતી ગેરકાયદેસર મેળવી હોવાનું સામે આવ્યું છે, જેને લઈને એસીબી, દ્વારા નિવૃત અધિકારી સામે ભ્રસ્ટાચાર અધિનિયમ મુજબ ફરિયાદ નોંધી છે.

જામનગરમાં માર્ગ અને મકાન પેટા વિભાગ કચેરીમાં નોકરી કરી હાલ નિવૃત થયેલ ચુનીલાલ પારુમલ ધારશીયાણીએ પોતાની નોકરી કાળ દરમિયાન સતાનો દુરુપયોગ કરી આવક કરતા વધારે આવક પ્રાપ્ત કરી ભ્રસ્ટાચાર આચાર્યો હોવાની સ્થાનિક કચેરીમાં અરજી કરવામાં આવી હતી. જેને લઈને એસીબી દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં  વર્ગ બે અધિકારી તરીકેની ફરજ દરમિયાન અધિકારીના તથા તેના આશ્રીતોના મિલકત સબંધી દસ્તાવેજી પુરાવાઓ તથા બેંક ખાતાઓ અને વિવિધ સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજી માહિતી મેળવવામાં આવી હતી. જેમાં આ બાબુએ પોતાના કાર્યકાળ દરમિયાન હોદ્દાનો દુર ઉપયોગ કરી રૂપિયા ૫,૨૩,૪૧,૩૭૭ની આવક સામે કુલ ખર્ચ-રોકાણ તરીકે રૂપિયા ૧૦,૭૧,૧૮,૧૪૭ રૂપિયાની સંપતી સામે આવી હતી. જેની આકારણી કરી એસીબી જામનગરની ટીમે આજે નિવૃત અધિકારી સામે ફરિયાદ નોંધી છે. જેમાં કુલ ૫,૪૭, ૭૬, ૭૭૦ રૂપિયાની આવક અપ્રમાણસરની હોવાનો આરોપ લગાવાયો છે. આરોપીએ તા. ૧/૪/૨૦૦૬થી ૩૧/૩/૨૦૧૫ સુધી રૂપિયા ૧,૭૦,૪૩,૨૧૮ની રકમ પોતાના બેંક એકાઉન્ટમાં જમા કરાવી હતી. તેમજ રૂપિયા ૪,૯૬, ૫૨, ૪૯૦ ની રકમની સ્થાવર-જંગમ સંપતી ખરીદી અને આ જ સમયગાળા દરમિયાન ચેક દ્વારા રૂપિયા ૨,૯૬,૭૦,૫૩૯ની રકમ ઉપાડી હોવાનું સામે આવ્યું છે. જેને લઈને તેની સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here