કોરોના અપડેટ્સ : સંકટ વધુ ઘેરાયું, નવા દર્દીઓ અને મૃત્યુની આજની સ્થિતિ

સરકારી જી.જી હોસ્પિટલ મા મૃત્યુની હારમાળા યથાવત: છેલ્લા ૨૪ કલાક દરમિયાન વધુ ૬૪ દર્દીઓના મૃત્યુ જિલ્લામાં કોરોના ના કેસનો આંકડો સતત સાતમાં દિવસે પણ ૩૦૦ ને પાર: છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૧૮ કેસ નોંધાયા જામનગર શહેરના કોરોના ના ૧૯૪ કેસ નોંધાયા: ગ્રામ્યના ૧૨૪ સહિત કુલ ૩૧૮ કેસ

0
524

જામનગર : જામનગર જિલ્લામાં કોરોના નું સંક્રમણ કાબુ બહાર વહ્યું ગયું છે અને કોરોના નુ ભયાનક રૂપ જોવા મળી રહ્યું છે. અને છેલ્લા ૭ દિવસ થી સમગ્ર જિલ્લામાં કોરોના ના કેસ માં પણ જબરો ઉછાળો આવ્યો છે, અને દિન પ્રતિદિન કેસ નો આંકડો ૩૦૦ ને પાર પહોંચતો જાય છે. ઉપરાંત મૃત્યુનો દર પણ ખૂબ જ વધી ગયો છે. કોરોનાની સારવાર દરમિયાન દર ૨૦ મિનિટે ૧ વ્યક્તિ કોરોના ની સારવાર માં ટપોટપ મૃત્યુ પામી રહયા છે. છેલ્લા ૨૪ કલાકના સમયગાળા દરમિયાન સરકારી જી.જી હોસ્પિટલ માં વધુ ૬૪ દર્દીઓના કોરોના ના કારણે મૃત્યુ નિપજયા છે.જેથી સમગ્ર જિલ્લામાં કોરોનાનું બિહામણું રૂપ જોવા મળ્યું છે. ઉપરાંત કોરોના ના કેસોમાં પણ જબરો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના કેસનો આંકડો ૩૧૮ નો થયો છે, અને જામનગર જિલ્લામાં સતત ૭માં દિવસે ૩૦૦ થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. એટલું જ માત્ર નહીં જામનગર શહેરમાં કોરોનાનાં કેસ આંકડો ૧૯૨ નો થયો છે, તેમજ ગ્રામ્ય માં પણ સતત સદી થી ઉપર રહ્યો છે, અને ૧૨૪ પોઝિટિવ કેસ નોંધાતાં વહીવટી તંત્ર ચિંતામા મુકાયું છે.


જામનગર શહેર અને જીલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના વધુ ૩૧૮ પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે જામનગર શહેરના ૧૩૨ દર્દીઓ જ્યારે ગ્રામ્ય વિસ્તારના ૯૨ દર્દીઓ સહિત કુલ ૨૨૪ દર્દીઓ સાજા થતાં તેઓને રજા મળી છે. જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ટેસ્ટિંગ ની પ્રક્રિયા પણ વધારી દેવામાં આવી છે, અને સમગ્ર જિલ્લાભરમાં પાંચ લાખથી વધુ કોરોના ટેસ્ટિંગ કરી લેવામાં આવ્યા છે. જામનગર શહેરમાં ગઇકાલે સમગ્ર દિવસ દરમિયાન ૨,૩૫૧ લોકોનું કોરોના પરીક્ષણ કરી લેવામાં આવ્યું છે, જ્યારે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં ૧૮૨૫ સહિત સમગ્ર જિલ્લામાં ૪,૧૭૬ લોકોનું કોવિડ પરીક્ષણ કરી લેવાયું છે.
જામનગર જિલ્લામાં ગઇકાલે સાંજ થી આજે સાંજ સુધીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના ના કારણે સરકારી જી.જી.હોસ્પિટલમાં વધુ ૬૪ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જેથી જિલ્લામાં કુલ મૃત્યુ નો આંક ૧,૬૯૪ નો થયો છે.
સાથોસાથ કોરોના ના કેસો માં પણ જબરો ઉછાળો આવ્યો છે. અને છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૧૯૪
પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૧૦,૪૩૮ નો થયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના ૧૨૪ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર ગ્રામ્યનો કુલ આંકડો ૪,૨૨૦ નો થયો છે. અને સમગ્ર જિલ્લામાં ૧૪,૮૮૬ લોકો કોરોના સંક્રમિત થયા છે.
ઉપરાંત છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૧૩૨ અને ગ્રામ્યના ૯૨ મળી ૨૨૪ દર્દીઓને રજા આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here