
જામનગર અપડેટ્સ: આજકાલ બજારમાં રખડતા ચીટરો કોઈને કોઈ ડીજીટલ કીમિયા કરીને લોકોને સીસામાં ઉતરતા હોય છે. જામનગરમાં આવા જ એક રખડું ભેજાબાજે ખાનગી નોકરી કરતા એક યુવાન અને અન્ય પિતા પુત્રને મોટા આર્થિક લાભની લાલચ આપી મોબાઈલ એપના સહારે શેર બજારમાં ઓનલાઈન રોકાણ કરવાની લાલચ આપી ૨૮ લાખ રૂપિયાનું કરી નાખ્યું હોવાની ઘટના સામે આવી છે. બાર હજારના લાખ કરી દેવાની લાલચ આપી તરકટ રચનાર સખ્સે ત્રણેય આસામીઓ પાસેથી છ માસમાં ઓનલાઈન રોકાણ કરાવી રૂપિયા ટ્રાન્સફર કરાવી લઇ મોબાઈલ સ્વીચ ઓફ કરી નો દો ગ્યારહ થઇ ગયો છે. સાયબર પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધી શોધખોળ શરુ કરી આરોપી સુધી પહોચી ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

ડિજિટલ યુગમાં ડિજિટલ છેતરપીંડીના અનેક સ્વરૂપ સામે આવતા રહ્યા છે. સમય પ્રમાણે પોતાને ઢાળતા રહેતા ભેજાબાજો અનેક લોકોને સીસામાં ઉતરતા રહ્યા છે. જામનગરમાં પણ આવો જ એક ડિજિટલ ચીટર લાખોની કળા કરી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુજબ શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલ માલધારી હોટેલનીસ આમે “સિલ્વર એગ્રી ઈમ્પેક્ષ” નામની ઓફીસ ધરાવતા કેવિનભાઇ હીતેષભાઇ રોલાની તેના મિત્ર દ્વારા ઓનલાઈન રોકાણ કરી મોટી આર્થિક વળતર આપવાનો વાયદો કરતા રાહુલ વાસાણી સાથે થઇ હતી. જેને લઈને ગત નવેમ્બર માસના ગળામાં રાહુલએ પોતાના મારફતે શેર માર્કેટમાં રોકાણ કરી ઓછા સમયમાં વધુ નફો કમાવવા બાબતે સમજણ આપી હતી. કેવિનભાઈ અને અજયસિંહ તથા તેના પિતા યુવરાજસિંહને મોટી લાલચ આપી આ સખ્સે અલગ-અલગ ફેક ઈન્વેસ્ટમેન્ટ એપમાં ખોટો પ્રોફીટ બતાવી વિશ્વાસ કેળવયો હતો. ત્યારબાદ આરોપીએ શેર માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટના બહાના હેઠળ ત્રણેય પાસેથી કૂલ રૂપીયા.૨૮,૩૬,૦૦૦ અલગ-અલગ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનોથી પોતાના Bandhan Bank ના ખાતા નં.50210014163751 વાળા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. જેમાં કેવિનભાઈની ૧૮.૩૬ લાખ અને પિતા પુત્રની નવ લાખ જેટલી રકમ હતી.

મોટું વળતર મળશે એવી આશાએ રોકેલ નાણા બાદ ત્રણેય આસામીઓએ આરોપી પાસેથી વળતરની રકમ માંગી હતી. ઓનલાઈન વ્યાપાર હોવાથી વાર લાગશે એમ કહી આરોપીએ મહિનાઓ કાઢી નાખ્યા હતા. અંતે આરોપીએ પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી નાખતા ત્રણેયને છેતરપીંડીનો ખ્યાલ આવ્યો હતો. આરોપીએ રકમ પરત નહીં આપી ઠગાઈ કરતા બે જુદી જુદી અરજી સાયબર ક્રાઈમ પોલીસમાં કરવામાં આવી હતી. સાયબર પોલીસે ફરિયાદના આધારે આરોપી સુધી પહોચવા કવાયત હાથ ધરી છે. આરોપી હાથ વેતમાં હોવાનું જાણવા મળ્યું છે.