
જામનગર જિલ્લાના તમામ તાલુકામાં ગઈ કાલે મેઘરાજાએ પધરામણી કરી હતી, ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લામાં સૌથી વધુ જામનગરના અલિયાબાડામાં ત્રણ અને મોટી બાણુંગારમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ અડધાથી માંડી સવા બે ઇંચ વરસાદ વરસ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી બંને જિલ્લાના તમામ તાલુકાઓના અમુક ગામડાઓને બાદ કરતા વાવણી લાયક વરસાદ થયો છે જેને લઈને ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે, અનેક ગામડાઓમાં ખેડૂતોએ ગઈ કાલે ખરીફ પાકનું સિંચન શરૂ કર્યું હતું.

જામનગર જિલ્લાના તાલુકા મથકોએ એડધયહી માંડી સવા પાંચ ઇંચ વરસાદ થયો છે, આજે સવારે આઠ વાગ્યે પુરા થતા 24 કલાકના ગાલા દરમિયાન જામનગરમાં પોણા બે ઇંચ, કાલાવડ, ધ્રોલમાં સવા ઇંચ, જામજોધપુરમાં એક ઇંચ વરસાદ પડ્યો છે જયારે સૌથી ઓછો લાલપુર તાલુકા મથકે અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.
બીજી તરફ જિલ્લાના તમામ તાલુકા મથકે આવેલ પીએચસી મથકો પર વરસાદી આંકડાઓ નોંધાયા છે જેમાં જામનગર તાલુકામાં સૌથી વધુ વરસાદ થયો હોવાની વિગતો સામે આવી છે. જામનગર તાલુકાના અલિયાબાડા અને મોટી બાણુગાર ગામે ત્રણ ઇંચ, જામવંથલીમાં સવા બે ઇંચ, મોટી ભલસાણમાં બે ઇંચ, દરેડ અને લાખાબાવળમાં એક એક ઇંચ તથા ફલ્લામાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે વસઈમાં આઠમી વરસાદ પડ્યો છે.

જોડિયા તાલુકાની વાત કરવામાં આવે તો તાલુકા મથકે સૌથી વધુ વરસાદ છે પરંતુ તાલુકાના હરિયાણા ગામે બે ઇંચ બાલંભા ગામે દોઢ ઇંચ અને પીઠડ ગામે પોણા બે ઇંચ વરસાદ વરસ્યો હોવાના આંકડા સામે આવ્યા છે.
તો બીજી તરફ ધ્રોલ તાલુકાના પીએસસી સેન્ટરમાં નોંધાયેલ આંકડા મુજબ એક ઇંચ વરસાદ ઝાલીયા દેવાણીમાં પોણા બે ઇંચ વરસાદ અને લયારા ગામે એક ઇંચ વરસાદ પડ્યો છે.જયારે કાલાવડ તાલુકાના ભલસાણ બેરાજા ગામે એક ઇંચ પાંચ દેવડા અને મોટા વડાળા ગામે એક ઇંચ વરસાદ તેમજ નિકાવા અને ખરેડી ગામે અનુક્રમે સાત અને છ મીમી ઝાપટા પડ્યા હોવાનો સામે આવ્યું છે.

જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના પરડવા સમાણા ગામે અને વાંસજાડિયા ગામે એક એક જ વરસાદ, જામવાડી અને ધ્રાફા ગામે પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો જ્યારે શેઠ વડાળામાં પાંચ મિમી અને ઘૂનડા ખાતે 6 મીમી રૂપી ઝાપટા પડ્યા હતા. લાલપુર તાલુકાની વાત કરવામાં આવે તો પીપરટોડા મોટા ખડબા માં એક એક વરસાદ જ્યારે હરીપર ગામે સવા ઇંચ વરસાદ પડ્યો છે આ ઉપરાંત વડાણા ગામે છ મીમી ભણગોર ગામે આઠ મિમી રૂપે વરસાદ વરસ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સવારે છ વાગ્યા સુધીના 24 કલાકમાં ગાળામાં અડધાથી માંડી બે ઇંચ વરસાદ, સૌથી વધુ કલ્યાણપુરમાં 2 ઇંચ વરસાદ પડ્યો, ખંભાળિયા અને દ્વારકામાં પોણા બબ્બે ઇંચ, ભાણવડમાં અડધો ઇંચ, અત્યાર સુધીમાં સૌથી વધુ કલ્યાણપુરમાં પોણા પાંચ ઇંચ, દ્વારકામાં પોણા ચાર, ખંભાળિયામાં પોણા ત્રણ, ભાણવડમાં બે ઇંચ વરસાદ પડ્યો, જિલ્લામાં સરેરાશ સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે.