જામનગર : ક્રાઇમ બ્રાંચના ડીસીપીને સીધા જ જામનગરના એસપી બનાવી દઈ ભૂ-માફિયાઓને ભોભીતર કરવા આવેલ પોલીસ વડા દીપેન ભદ્રનને આવ્યા બાદ ભૂ માફિયાઓ નિષ્ક્રિય થવાને બદલે સક્રિય થયા હોય તેમ વધુ એક ધંધાદારી આધેડને ત્રાસ આપ્યો હોવાનું સામે આવ્યું છે. સતત ધમકીઓ અને ત્રાસથી કંટાળી આધેડે ગળાફાસો ખાઈ જીવાદોરી ટુકાવી લીધી છે. આધેડનો બે પુત્રો સહિતના પરિવાર કડક એસપીના દરબારમાં મદદ માંગી હતી જેની કલાકોમાં જ પોલીસે સીધી જ બંને આરોપીઓ સામે મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધી છે.
જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા હિતેશભાઈ ચંદ્રકાંતભાઈ પરમારે પોતાના ઘરે ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જીવતરનો અંત આણતા પૂર્વે હિતેશભાઈએ બે પેજની સુસાઈડ નોટ લખી છે જેમાં જુના નાગના ગામેં આવેલ જમીન બાબતે જામનગરના ભૂ માફિયાઓ કનુભાઈ મોબાઈલ નંબર ૯૦૯૯૯૨૯૨૯૨ અને રમણભાઈ ૯૮૨૪૮૦૦૩૩૩ નંબર વાળાઓએ જમીન છોડી દેવા દબાણ કર્યું હતું.
જેને લઈને જીવતર હરામ થઇ જતા મેડીકલ સ્ટોર સંચાલકે આપઘાત કરી લીધો હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. આ બાબતે હિતેશભાઈના પરિવારે નવા એસપી ભદ્રનનો સંપર્ક કરી રૂબરૂ કચેરી પહોચી રજુઆત કરી છે. જેને લઈને એસપીએ તાત્કાલિક અસરથી બંને બિલ્ડર સામે આધેડને મરવા મજબુર કરવા સબબ ફરિયાદ નોંધાઈ છે. સીટી સી ડીવીજન પોલીસે બિલ્ડર કનુભાઈ બોસ અને રમણભાઈ મોરજરીયા સામે આઈપીસી કલમ ૩૦૬, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ફરિયાદ નોંધી છે.