જામનગર : બિલ્ડર પરમારના આપઘાત પ્રયાસ પ્રકરણમાં નવો વળાંક,જાહેર થયું આવું કારણ,

0
2424

જામનગર : જામનગરના મોટા ગજાના બિલ્ડર મેરામણ પરમારના આપઘાત પ્રયાસની ઘટનાને લઈને પોલીસમાં નવો વળાંક આવ્યો છે. બિલ્ડરે આપેલ નિવેદનમાં પોતે ગાર્ડનમાં ઝેરી દવાનો છંટકાવ કર્યા બાદ દવાની વિપરીત અસર થઈ હોવાનું  જણાવતા સમગ્ર ઘટના પરથી આપઘાત પ્રયાસનો છેદ ઉડી ગયો છે.

જામનગરના બહુચર્ચિત બિલ્ડર મેરામણ પરમારે કરેલ આપઘાત પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. જીજી હોસ્પિટલમાંથી રજા આપી દેવાયા બાદ પંચકોશી બી ડીવીજન પોલીસે બિલ્ડર મેરામણ પરમારનું નિવેદન નોંધ્યુ છે. પંચાકોશી બી ડીવીજન પીએસઆઈ જે ડી પરમાર સહિતના સ્ટાફે નિવેદન નોંધ્યુ હતું.

પીએસઆઈ પરમારના જણાવ્યા મુજબ, ગુરુવારે પોતાના ફાર્મ હાઉસ ખાતે આવેલ બગીચામાં માળી જયારે દવાનો છંટકાવ કરતો હતો ત્યારે ચા માટે બહાર ગયેલ માળીની જગ્યાએ પરમારે પંપ લઇ દવાનો છ્ન્ત્કાવ કર્યો હતો. દરમિયાન મોડેથી તેઓના શરીરે સ્પર્શેલી દવાને કારણે પોતાના હાથ ચહેરા પર લૂછવાથી મોડેથી વિપરીત અસર થઇ હતી. પોલીસે બિલ્ડરનું નિવેદન નોંધી પ્રકરણ ફાઈલ કર્યું છે. બીજી તરફ પોલીસમાં રજુ થયેલ નિવેદન અંગે શહેરમાં ચર્ચાઓનો દોર શરુ થયો છે. ત્યારે હકીકત જે હોય તે પણ હાલ આ પ્રકરણ પરથી પરદો પડી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here