જામનગર : 11 કરોડનું ચીટીંગ, ક્યાં આસામીના કેટલા રૂપિયા ચાઉં?

0
414

જામનગરના સંખ્યાબંધ સખ્સો સાથે ૧૧ કરોડની છેતરપીંડી આચરનાર રાજકોટની ઠગ ટોળકી સામે જામનગરમાં ફરિયાદ નોંધાઈ છે. આસામીઓના રૂપિયાનું શેર બજારમાં પોતે રોકાણ કરી તગડુ વ્યાજ આપવાના જાસા તળે એક પંછી એક આસામીઓને રૂપિયાની લાલચમાં સપડાવી અંતે પેઢીને તાળા મારી દેવામાં આવતા આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. જામનગરના ૬૪ આસામીઓ ઉપરાંત ૫૦ લાખનું રોકાણ કરનાર અન્ય આસામીઓએ પોલીસમાં અરજી કર્યા બાદ ગઈ કાલે સીટી બી ડીવીજન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓ હાલ જેલની  હવા ખાઈ રહ્યા હોવાનું સામે આવતા પોલીસે જેલ માંથી કબજો સંભાળવા તજવીજ શરુ કરી છે.

પોલીસે આ કલમો હેઠળ ગુનો નોંધાયો

આરોપી પ્રદીપ ડાવેરા અને તેના સાગરીતોએ શેર બજારમાં રોકાણ માટે તગડા વ્યાજની લાલચ આપી કરોડો રૂપિયા પડાવી લીધા હતા. ત્યારબાદ પેઢી બંધ કરી દેવામાં આવતા આ છેતરપીંડી સામે આવી હતી. પોલીસે આરોપી પ્રદીપ અને તેની ટોળકીમાં જે નામ ખુલે તે તેની સામે આઈપીસી કલમ ૧૨૦(બી),૪૦૬,૪૨૦,૧૧૪ તથા ધ પ્રાઇઝ ચીટસ એન્ડ મની સર્કયુલેશન એકટ ૧૯૭૮ની કલમ-૩,૪,૫ તથા ગુજરાત પ્રોટેકશન ઓફ ઈન્ટરેસ્ટ ઓફ ડીપોઝીટ એકટ ની કલમ ૩,૪ મુજબ ફરિયાદ નોંધી છે.

કેવી રીતે આચરવામાં આવ્યું કૌભાંડ ?

આરોપીઓએ પૂર્વયોજીત કાવતરૂ રચી સમય ટ્રેડીંગ રાજકોટના નામની બોગસ ભાગીદારી પેઢી બનાવી તેમા પોતાનુ માર્કેટમા સારૂ એવુ નેટવર્ક હોય તેવુ જણાવી રોકાણકારોને સારુ રીટર્ન જેમા મહીને મીનીમમ ૧ લાખ રૂપીયે પાંચ હજાર જેટલુ ચોક્કસ રીટર્ન આપવાની ખાત્રી અને વિશ્ર્વાસ આપી રોકાણકારોને કરેલ રોકાણ અંગેનુ સ્ટેમ્પ પેપર પર લખાણ કરી આપી તેમજ તેટલી રકમના સમય ટ્રેડીંગના ચેકો લખી આપી રોકાણ કરાતા લોકોને વિશ્ર્વાસ આપી તેમજ પૈસા રોકવાની બોગસ સ્કીમો ચલાવી બીજા રોકાણકારોને નાણા રોકવા માટે પ્રેરવા સારૂ રોકાણ કરેલ રોકાણકારોને આકર્ષક સ્કીમો આપી હતી. જેમાં એક પછી એક એમ જામનગરના ૬૪ આસામીઓ સપડાઈ ગયા હતા.

 કોના કેટલા રૂપિયા સલવાયા ?

ફરિયાદી મયુર સંઘવી રૂ. ૯૮,૦૦,૦૦૦

નરેન્દ્ર ટાકોદરા રૂ. ૭૫,૦૦,૦૦૦

આનંદભાઇ રાયચુરા રૂ. ૧,૫૯,૦૦,૦૦૦

ક્રિશ નંદનકુમારના રૂ. ૩૧,૦૦,૦૦૦

મનસુખભાઇ ચાઉ રૂ. ૧૯,૦૦,૦૦૦

રણજીતસિંહ પરમાર રૂ. ૩૨,૦૦,૦૦૦

જીતુભાઇ શિંગળીયા રૂ. ૨૦,૦૦,૦૦૦

સિરિલ બાંસ રૂ. ૮,૦૦,૦૦૦

પૂનીતભાઇ ત્રિવેદી રૂ. ૪૫,૦૦,૦૦૦

બ્રીજરાજસિંહ રાણા રૂ. ૩૧,૫૦,૦૦૦

અલ્કાબેન પટેલ રૂ. ૪૫,૦૦,૦૦૦

નિલેશભાઇ મહેતા રૂ. ૧૬,૦૦,૦૦૦

મીનલબા રાઠોડ રૂ-૮,૦૦,૦૦૦

મંજુબેન જુંગીવાલા રૂ. ૨,૦૦,૦૦૦

તુષા શેઠ રૂ. ૫,૦૦,૦૦૦

વિપૂલભાઈ બાલાપૂરીયા રૂ. ૫,૦૦,૦૦૦

અભય મકીમ રૂ. ૬,૦૦,૦૦૦

ભરતભાઇ મિસ્ત્રી રૂ. ૫,૦૦,૦૦૦

રવિરાજસિંહ જાડેજા રૂ. ૨,૦૦,૦૦૦

વિનોદભાઈ પાઉ રૂ. ૫૭,૦૦,૦૦

નિરવભાઈ કવા રૂ. ૨,૫૦,૦૦૦

જયુભા જાડેજા રૂ. ૧૦,૦૦,૦૦૦

સુરેશભાઇ સોનગરા રૂ. ૭,૦૦,૦૦૦

અલપેશભાઇ શાહ રૂ. ૭,૦૦,૦૦૦

રમેશભાઇ ચંદ્રેશા રૂ. ૨૦,૦૦,૦૦૦

દિલીપભાઈ વિંધાણી રૂ. ૫,૦૦,૦૦૦

જીતેશભાઈ વિધાણી રૂ.૫,૦૦,૦૦૦

વિજય દેવાણી રૂ. ૨૬,૦૦,૦૦૦

રોહિત ચંદ્રેશા  રૂ.૫,૦૦,૦૦૦

અમિત ઠકરાર રૂ. ૫,૦૦,૦૦૦

પરાગ સુમરીયા રૂ. ૨૧,૦૦,૦૦

હીરલ વડગામા રૂ. ૫,૦૦,૦૦૦

અશ્વિનભાઇ ટાકોદરા રૂ. ૨૫,૦૦,૦૦૦

હિતેષભાઇ રૂ. ૧૦,૦૦,૦૦૦

દેવરાજ ચાસીયા રૂ. ૬,૦૦,૦૦૦

રવિભાઇ નાનક રૂ. ૫,૦૦,૦૦૦

પ્રદિપ ચુડાસમા રૂ. ૫,૦૦,૦૦૦

ગોવેન્દ્રપ્રતાપ સિંગ રૂ. ૫,૦૦,૦૦૦

અમરેશકુમારસિંગ રૂ. ૪,૦૦,૦૦૦

રીતીકા રાઠોડ રૂ. ૩,૦૦,૦૦૦

રાજેશકુમાર રૂ. ૨૦,૦૦,૦૦૦

બ્રિજેન્દ્ર યાદવ રૂ. ૫,૦૦,૦૦૦

રજનીશકુમાર રૂ. ૯,૦૦,૦૦૦

અનિલકુમાર પાંડેય રૂ. ૫,૦૦,૦૦૦

વિશાલ કુમાર રૂ. ૬,૦૦,૦૦૦

બીરેન્દ્રસિંગ રૂ. ૧,૦૦,૦૦૦

કિરણ રૂ. ૧૦,૦૦,૦૦૦

ધર્મેન્દ્ર શુકલા રૂ. ૫,૦૦૦,૦૦

સંજીવ શર્મા રૂ. ૫,૦૦,૦૦૦

ઈમરતી ચૌધરી રૂ. ૭,૦૦,૦૦૦

અજીતકુમાર રૂ. ૫,૦૦,૦૦૦

સુધાકુમારી રૂ. ૨,૦૦,૦૦૦

સંતોષ કુમારી રૂ. ૨,૦૦,૦૦૦

ગીતાબેન રાઠોડ રૂ. ૩,૦૦,૦૦૦

રમણીકભાઇ મારૂ રૂ. ૧૨,૦૦,૦૦૦

રાજારામ રાઠોડ રૂ. ૪,૦૦,૦૦૦

સુનિતા રૂ. ૩, ૦૦,૦૦૦

મંગારાજુ સાલકુ રૂ. ૧૫,૦૦,૦૦૦

નિરજ રાની રૂ. ૫,૦૦,૦૦૦

ઝીલ્કા પરેશ ડી. રૂ. ૨,૦૦,૦૦૦

શિવા પ્રસાદ રૂ. ૪૦,૦૦,૦૦૦

રવીવ્રત રૂ. ૩,૦૦,૦૦૦

મંજુ યાદવ રૂ. ૧૦,૦૦,૦૦૦

ઓમકારસિંગ રૂ. ૧૮,૦૦,૦૦૦

કુલ રૂ. ૧૦,૪૮,૨૦,૦૦૦ અને અન્ય  સહીત રૂપિયા ૧૧,૦૦,૦૦૦,૦૦

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here