જામનગર : શહેરની ભાગોળે બાઈકને અજાણ્યા વાહનની ઠોકર, સ્થળ પર જ ત્રણના મોત

0
984

જામનગર : જામનગરની ભાગોળે કાલાવડ માર્ગ પર જીવલેણ અકસ્માતનો સિલસિલો અવિરત રહેતા આ માર્ગ વધુ  એક વખત રક્ત રંજીત બન્યો છે. આજે બપોરે બાઈક અકસ્માતમાં બાઈક ચાલક યુવાન અને તેની પત્ની તથા માસુમ પુત્રના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા છે. આ બનાવના પગલે અરેરાટી પ્રશરી ગઈ છે.

જામનગર નજીક સર્જાયેલ અકસ્માતની વિગત મુજબ, આજે બપોરે જામનગર તરફ આવતા એક મોટરસાયકલને ઠેબા ચોકડીથી કાલાવડ તરફ જતા માર્ગ પર વિજરખી અને ઠેબા ગામ વચ્ચે કોઈ અજાણ્યા વાહને જોરદાર ઠોકર મારી અકસ્માત નીપ્જાવ્યો હતો જેમાં બાઈક ચાલક દીનુંભાઈ મગનભાઈ સાડમિયા ઉવ ૩૦ અને તેની સાથેના એક મહિલા તથા બાળકને ગંભીર ઈજાઓ પહોચતા ત્રણના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા છે. જો કે ક્યા વાહને ઠોકર મારી છે તે હજુ સ્પસ્ટ થયુ નથી, અકસ્માત નીપજાવી વહન ચાલક વાહન સાથે નાશી ગયો હતો. પોલીસે સ્થળ પર પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here