જામનગર: પુર ઝડપે જતા ટ્રેક્ટરમાંથી એકાએક ટાયર નીકળી ગયું અને પછી..

0
350

જામનગર નજીકના ખીજડીયા ગામે પક્ષી અભયારણ્ય પાછળ ગઈ કાલે બપોરે પુર ઝડપે પસાર થતા ટ્રેક્ટરનું ટાયર નીકળી જતા અકસ્માત સર્જાયો હતો. ટાયર નીકળી જતા ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું અને ટ્રેક્ટરમાં સવાર ચાર પૈકી બે વ્યક્તિઓને ઈજાઓ પહોચી હતી.  જેમાં ચાલકને પહોચેલી ગંભીર ઈજાઓથી તેમનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું.

ગઈ કાલે બપોરે બે વાગ્યા આસપાસ ખીજડીયા ગામથી આગળ ખીજડીયા પક્ષી અભ્યારણ પછી પુર ઝડપે પસાર થતું જીએઆઈ ૯૭૩૨ નંબરના ટ્રેક્ટરનું ટાયર વિખૂટું પડી ગયું હતું. ટાયર છુટું પડી જતા પુર ઝડપે દોડતું ટ્રેક્ટર પલટી મારી ગયું હતું. જેમાં અહી કંપનીમાં મજુરી કામ કરતા ધર્મેન્દ્રભાઇ રામભજુસીંગ કુર્મી રહે.હાલ ખીજડીયા ગામ નવીનભાઇ દેવશીભાઇ શેરશીયાની વાડીમા તા.જી.જામનગર મુળ રહે.બનજરીયા ગામ તા.સીવાનય જી.ઉખઇ રાજય બીહાર, ટ્રેક્ટર ચાલક નંદકીશોર રામઅયોધ્યા યાદવ ઉ.વ.૩૧ રહે.ખીજડીયા મુળ રહે.બખરીમહેશ પુર્વી ચમ્પારણ બીહાર, રણજીત રામ તથા ગોપીલાલ ભગત નામના ચારેય સખ્સો પણ ફંગોળાઈ ગયા હતા.

જેમાં ચાલક નંદ કિશોર અને રણજીત રામને માથા સહીતના શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોચી હતી. જેમાં નંદકિશોરનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું જયારે રણજીતને હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસે મૃતક ચાલક સામે ફરિયાદ નોંધી આ બનાવની ઓપચારિકતા પૂરી કરી હતી. ચારેય મજુર યુવાનો ટ્રેક્ટર લઇ કંપનીના કામે જતા હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here