જામનગર નજીકના દડિયા ગામે પોતાની જ વાડીના કુવામાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. જામનગર ફાયરની ટીમે આ યુવાનના દેહને બહાર કાઢ્યો હતો. મૃતક યુવાન ૧૫ દિવસ પૂર્વે જ પોતાના ઘરેથી નીકળી ગયો હોવાની વિગતો પંચકોશી બી ડીવીજન પોલીસમાં જાહેર થઈ છે. પોલીસે બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર નજીક દડીયા ગામ સીમ વિસ્તારમાં આવેલ વાડીના કુવામાંથી રાણાભાઈ હીરાભાઈ સીયાર ઉવ ૨૧ નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવ અને મૃતકના ડ્રાઈવિંગ કરતા ભાઈ રામજી શીયારે જાણ કરતા પંચકોશી બી ડીવીજન પોલીસ અને જામનગર ફાયરનો સ્ટાફ દડિયા ગામે પહોચ્યો હતો. જ્યાં ફાયરની ટીમે મૃતક યુવાનના દેહને કુવામાંથી બહાર કાઢયો હતો.

રામજીભાઈએ આ બનાવ અંગે પોલીસમાં નિવેદન આપ્યું હતું. જેમાં અપરણિત ભાઈ છેલ્લા પંદર દિવસથી કોઇ પણ અગમ્ય કારણસર કોઇ ને કહ્યા વગર ઘરેથી કયાંક જતો રહ્યો હતો. જેની શોધખોળ કરવા છતાં પતો લાગ્યો ન હતો. અહી યુવાને પોતે જ પોતાની જાતે કુવામાં પડતું મૂકી જીવતરનો અંત આણ્યો હોવાનું પ્રાથમિક પોલીસ રીપોર્ટમાં જાહેર થયું છે. આ બનાવના પગલે નાના એવા ગામમાં શોકનું મોજું પ્રશરી ગયું છે.