જામનગરમાં રહેતા પીતાની એકની એક પુત્રી પર દુખ ત્રાસ ગુજારી સાસરીયાઓએ વધુ દહેજની માંગણી કરી હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. લગ્ન પૂર્વે જ બાર લાખનું દહેજ સ્વીકારી સાસરીયાઓએ વધુ પાંચ લાખ માંગી તેમજ નફફટ પતિએ પરિણીતાને ઓળખવા બાબતે નકાર ભણી દીધી હતી. જેને લઈને પરિણીતાએ નાસિક રહેતા સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.

જામનગરમાં હાપા વિસ્તારમાં શિવ શક્તિ સોસાયટીમાં પિતા સાથે રહેતી અનુપમ રજત ફોજદાર જાટ ઉ.વ. ૨૭ મૂળ રહે, સીનસીની ગામ તા. ડિંગ જીલ્લો ભરતપુર રાજસ્થાન વાળી મહિલાએ તેના સાસરિયા પતી રજત સુભાસચંદ્ર ફોજદાર, સસરા સુભાષચંદ્ર વિજેન્દ્રસિંહ ફોજદાર, સાસુ રાજબાલા સુભાષચંદ્ર ફોજદાર, દિયર પ્રિયાંશ સુભાષચંદ્ર ફોજદાર રહે, બધા સીનસીની ગામ તા. ડિંગ જીલ્લો ભરતપુર રાજસ્થાન હાલ રહે, રતલામ, અંબિકાનગર મધ્યપ્રદેશ વાળાઓ સામે સ્ત્રી અત્યાચાર અને દહેજ પ્રતિબંધિત ધારાઓ મુજબ ફરિયાદ નોંધાવી છે.

જેમાં સગાઇ સમયથી લગ્નગાળા સુધીના સમય ગાળામાં સાસરીયાઓએ તેણીના પિતા પાસેથી ચેક અને રોકડા રૂપે દહેજ રૂપે રૂપિયા બાર લાખની રકમ મેળવી લીધી હોવાનો આક્ષેપ લગાવાયો છે લગ્ન બાદ સાસુ સાસરાએ વધુ પાંચ લાખના દહેજની માંગણી કરી સોના ચાંદીના દાગીના પણ ઉતરાવી લીધા હતા. ઓર તો ઓર જલંધર એરફોર્સમાં એરમેન તરીકે નોકરી કરતા પતી પાસે ગયેલ પત્ની અનુપમાને પતિએ એરફોર્સ ગેટ પર જ મળીને પોતે તેણીને ઓળખતો ન હોવાનું જણાવી દીધું હતું. દરમિયાન જામનગર આવેલ પત્નીએ સાસરિયાઓ સામે પંચકોશી એ ડીવીજન પોલીસ દફતરમાં આઈપીસી કલમ ૪૯૮(ક), ૧૧૪ ત્થા દહેજ પ્રતિબંધીત ધારાની કલમ ૪, ૬ મુજબ ફરિયાદ નોંધાવી છે. જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.