જામજોધપુર: લગ્નના પાંચમા દિવસે જ નવોઢાએ આપઘાત કર્યો

0
1241

જામજોધપુર તાલુકા મથકે માત્ર પાંચ દિવસના લગ્નગાળા માં જ પતિએ પરણીતાને મરવા મજબૂર કર્યાની પોલીસ દ્ફતરે ફરિયાદ નોંધાઇ છે. પતિના અન્ય સ્ત્રી સાથેના અનૈતિક સંબંધને લઈને માનસિક ત્રાસ આપતા પતીથી છુટકારો મેળવવા તેણીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. મૃતક પરીણિતાના માતા આરોપી જમાઈ સામે પુત્રીને મરવા મજબૂર કર્યાની ફરિયાદ દાખલ કરાવી છે.

ગત ચોથી ડિસેમ્બરના રોજ બંને વેવાઈ પક્ષ દ્વારા રાજી ખુશીથી દંપતીના લગ્ન કરવામાં આવ્યા પરંતુ માત્ર પાંચ દિવસમાં હતું ન હતું થઈ ગયું. પાંચ દિવસ પૂર્વે જે આંગણે લગ્ન થયા તે જ નવોઢાની અર્થી ઉઠતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું, લગ્ન ગાળામાં એવું તે શું થયું કે મોઢા ને જીવતર ટુંકાવું પડ્યું વાત છે જામજોધપુર તાલુકા મથકની જ્યાં રહેતા ચેતનભાઇ ધીરજલાલ ચિત્રોડા નામના યુવાનના તારીખ ચોથી ડિસેમ્બરના રોજ સિક્કા ખાતે રહેતા તેના જ જ્ઞાતિના મેઘજીભાઈ નારણભાઈ ઘેડિયાની પુત્રી જોસનાબેન સાથે રાજી ખુશી સાથે લગ્ન થયા હતા. પરંતુ લગ્નના ટૂંકા ગાળામાં એટલે કે માત્ર પાંચ જ દિવસમાં જોશનાબેને પતિના માનસિક ત્રાસથી કંટાળી જીવતરનો અંત આણ્યો હતો.
આ બનાવને અંગે મૃતકના માતા ચંપાબેન એ તેના જ જમાઈ ચેતન ધીરજલાલ ચિત્રોડા સામે પુત્રીને મળવા મજબૂર કર્યા અંગેની જામજોધપુરમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી ચેતનને કોઈ અન્ય સ્ત્રી સાથે અનૈતિક સબંધ બંધાયો હતો અને તે સ્ત્રીને પોતાના ઘરમાં રાખવા માંગતો હતો. પતિના અનૈતિક સબંધના માનસિક ત્રાસના કારણે જ્યોત્સનાએ ઝેરી દવા પી મરવા મજબુર થયા હતા. આ બનાવના પગલે સિક્કાના પરિવારમાં માતમ છવાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here