જામનગર કોચિંગ કલાસ એસોસીએશન દ્રારા 180 સ્વયંસેવકો સાથે 5 પરીક્ષા કેન્દ્ર પર બોર્ડની જેમ પરીક્ષા લેવામાં આવી.
જામનગર કોચિંગ કલાસ એસોસીએશન અને સ્વં.હેમંતભાઈ રામભાઈ માડમ મેમો.ટ્રસ્ટ (પ્રમુખ સાંસદ પૂનમબેન માડમ)ના સહયોગથી સતત 18મી વખત મોડેલ ટેસ્ટ લેવામાં આવી. જેમાં જામનગરના 2914 જેટલા વિધાર્થીઓને પરીક્ષા આપી. શહેરની ચાર ખાનગી શાળા અને એક કોલેજ મળીને કુલ 5 પરીક્ષા કેન્દ્ર પર 80 જેટલા પરીક્ષાખંડ પર 120 નિરીક્ષકોના નિરીક્ષણ હેઠળ પરીક્ષાર્થીઓને બોર્ડની પરીક્ષા પહેલા મોડેલ ટેસ્ટ આપી પોતાના આત્મવિશ્વાસમાં વધારો કર્યો.
ધોરણ-10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા માર્ચમાં લેવામાં આવે છે.જામનગર કોચિંગ કલાસ એસોસીએશનના પ્રમુખ જતિન સોમૈયાએ જણાવ્યુ કે બોર્ડની પરીક્ષાને લઈને વિધાર્થીઓના મનમાં કેટલીક મુંઝવણ કે ડર હોય તે દુર કરવાના હેતુથી છેલ્લા 17 વર્ષથી જામનગર કોચિંગ કલાસ એસોસીએશન બોર્ડની પરીક્ષા મોડેલ ટેસ્ટ લેવામાં આવે છે. જેમાં સ્વૈચ્છાએ વિધાર્થીઓ જોડાય. બોર્ડની પરીક્ષા અંગે વિધાર્થીઓના મનમાં રહેલા હાવ કે મુઝવણ દુર કરીને તેના આત્મવિશ્વાસમાં વધારો કરવાના હેતુથી આ પ્રકારની મોડેલ ટેસ્ટ લેવામાં આવે છે. જેમાં વિધાર્થીઓ બોર્ડની પરીક્ષાની જેમ પોતાની શાળા સિવાય અન્ય શાળામાં, અજાણ્યા નિરીક્ષક, અન્ય પરીક્ષાર્થીઓ સાથે પરીક્ષા આપે છે. બોર્ડની પરીક્ષા પહેલા સંપુર્ણ તૈયારી સારી રીતે કરી શકાય અને પરીક્ષા બાદ ઉત્તરવહી પરત મેળવીને સ્વમુલ્યાંકન વિધાર્થીઓ કરી શકે છે. તે માટે આ પ્રકારની મોડેલ ટેસ્ટ દર વર્ષે છેલ્લા 17 વર્ષથી લેવામાં આવે છે.
જામનગર કોચિંગ કલાસ એસોસીએશનના ઉપપ્રમુખ વિમલ ફોફરીયાએ પરીક્ષા અંગે વિગતો આપી કે ધોરણ 10ના ગણિત (બેઝીક /સ્ટાન્ડર્ડ) અને વિજ્ઞાનના બે વિષયની પરીક્ષા લેવામાં આવે છે. અને ધોરણ 12માં વાણિજય વ્યવસ્થા(બી.ઓ.) અને નામાંના મુળતત્વોE(એકાઉન્ટ) બે વિષયની પરીક્ષા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં લેવામા આવે છે. જેનો સમય સવારે 9 થી 12-15 અને બપોરે 2 થી 5-15 સુધી છે. બોર્ડની પરીક્ષાની જેમ રીસીપ્ટ પરીક્ષાર્થીઓને આપવામાં આવે છે. પરીક્ષામાં સમય, પેપરસ્ટાઈલ, બેઠક વ્યવસ્થા, ઉત્તરવહી,પુરવણી, સુપરવિઝન, પેપરચેકીંગ સહીતની તમામ બાબતો બોર્ડની પરીક્ષાની જેમ હોય છે. જેથી બોર્ડની પરીક્ષા પહેલા વિધાર્થીઓને બોર્ડની પરીક્ષાનુ વાતાવરણ અને અનુભવ મળે. પરીક્ષા બાદ ચેક કરીને ઉત્તરવહી ફરી પરીક્ષાર્થીને આપવામાં આવે છે. જેથી સ્વમુલ્યાંકન કરીને બોર્ડની પરીક્ષા સુધીમાં સંપુર્ણ સારી તૈયારી કરીને સારૂ પરીણામ મેળવે.
મોડેલ ટેસ્ટના પ્રોજેકટ ચેરમેન નિમેષ ધ્રુવએ જણાવ્યુ કે મોડેલ ટેસ્ટ માટે અગાઉ 7 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી સુધી નોંધણી કરવામાં આવેલ. તમામ પરીક્ષાર્થીઓને જામનગર કોચિંગ કલાસ એસોસીએશન દ્રારા પારદર્શક પાઉચ, બોલપેન, પેન્સીલ, રબર, સંચો, ફુટપટ્ટી, સહીતની સામગ્રી જે જરૂરી અને ઉપયોગી હોય તે આપવામાં આવે છે. પરીક્ષામાં ટોપ દસ વિધાર્થીઓને સન્માનિત કરીને પુસ્કાર આપવામાં આવે છે..જામનગર કોચિંગ કલાસ એસોસીએશનના સેક્રેટરી પી. એચ.સોઢાએ જણાવ્યુ કે સતત 18મા વર્ષ મોડેલ ટેસ્ટનુ આયોજન કરતા આ વર્ષે આશરે 3 હજાર જેટલા વિધાર્થીઓ આ મોડેલ ટેસ્ટ આપવાની તૈયારી દર્શાવીને નામ નોંધણી કરાવ્યુ હતુ. જેથી 80 જેટલા પરીક્ષાખંડમાં કુલ 5 અલગ-અલગ પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા લેવામાં આવી છે.
કેન્દ્રોની વાત કરવામાં આવે તો ઈમ સ્કૂલ શરૂ સેકશન, એસ.ઈ.વી.ટી. કોલેજ ઉધોગનગર, સનસાઈન સ્કૂલ વાલ્કેશ્વરી, શ્રી જ્ઞાનગંગા સ્કૂલ લાલપુર રોડ અને દિગ્વિજય પ્લોટમાં પરીક્ષા લેવામાં આવી.પરીક્ષાર્થીઓને સાંસદ પૂનમબેન માડમ શુભેચ્છાઓ પાઠવી. પરીક્ષાર્થીઓને મોડેલ ટેસ્ટ તેમજ બોર્ડની પરીક્ષા માટે શુભકામનાઓ પાઠવી. પરીક્ષા શરૂ થાય તે પહેલા આગેવાનો વિધાર્થીઓને શુભકામનાઓ પાઠવી.
શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલ કગથરા, મેયર વિનોદ ખીમસુર્યા, સ્ટેડીંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, કોર્પોરેટ અને જામનગર કોચિંગ ક્લાસ એસોસિયેશનના ટ્રેઝરર ધીરેન મોનાણી સહીત અનેક લોકો હાજર રહ્યા. તેમજ વાલીઓ, શિક્ષકો અને સ્નેહીજનોએ વિધાર્થીઓને શુભેચ્છા પાઠવી.