જામનગર : મેડીકલ સ્ટુડન્ટે હોસ્ટેલના રૂમમાં કર્યો આપઘાત

0
1518

જામનગર અપડેટ્સ : જામનગરની ખ્યાતનામ જીજી હોસ્પિટલના તાલીમી તબીબે દવાખાનાના છઠ્ઠા માળે આવેલ રૂમમાં અગ્મ્યું કારણસર આપઘાત કરી લેતા સનસનાટી મચી જવા પામી છે. જો  કે ક્યા કારણસર ડોકટરે આ પગલું ભરી લીધું છે એ વિગતો જાણવા મળી નથી પરંતુ પોલીસ ઘટના સ્થળે પહોચી મૃતકનો કબજો સંભાળી તેના માતા-પિતાને જાણે કરી. મૃતકના સહપાઠીઓના નિવેદનો નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગરની ખ્યાતનામ એમ પી શાહ મેડીકલ કોલેજમાં વર્ષેઆંતરે તબીબી છાત્રોના આપઘાતના બનાવો નોંધાતા રહ્યા છે. ત્યારે વધુ એક અરેરાટીભરી ઘટના આજે ઘટી હતી. જેમાં અહીની મેડીકલ કોલેજમાં એનેસ્થેસિયા વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતા મૌલિક પીઠવા નામના વિદ્યાર્થી તબીબે આજે હોસ્ટેલના છઠ્ઠા માળે પોતાના રૂમમાં આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પોલીસ અને હોસ્પિટલ તેમજ કોલેજ સ્ટાફે પહોચી પોલીસને જાણ કરી હતી. જો કે બનાવ પાછળનું કારણ જાણવા મળ્યું નથી. પોલીસે વિદ્યાર્થીના માતા-પિતાને જાણ કરી રૂમ પાર્ટનરોના નિવેદન નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here