જામનગર : રામપર નજીક કુતરો બન્યો યુવાનના મોતનું કારણ, આવો છે બનાવ

0
873

જામનગર નજીક રાજકોટ ધોરીમાર્ગ પરના રામપર ગામથી ખટિયા ગામ તરફ જતા રસ્તા પર બાઈક આડે કુતરું આવતા સ્લીપ થઇ ગયેલ બાઈકના ચાલકને ગંભીર ઈજા પહોચી હતી. જામનગર ખસેડાયેલ બાઈક ચાલકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

જામનગર નજીક રાજકોટ ધોરી માર્ગ પર રામ૫ર ગામથી ખટીયા ગામ જવાના રસ્તે રોડ ૫ર આવેલ બ્લોચ ફાર્મની આગળ ગઈ કાલે બપોર બાદ ત્રણેક વાગ્યે પસાર થતા એક મોટરસાયકલ આડે એકાએક કુતરું ઉતરતા બાઈક ચાલકે બ્રેક મારી હતી જેમાં બાઈક સ્લીપ થઇ જતા ચાલક લાખજીભાઇ લગઘીરભાઇ વીજાણી ઉ.વ.૪૦, રહે.જાંબુપાટ નેશ, બાવળીદર વાડી વિસ્તાર તા.જામજોઘપુર જી.જામનગર વાળા યુવાન નીચે પડી જતા તેઓને કપાળના ભાગે તથા બન્ને હાથ તથા ૫ગના ભાગે તથા વાસાના ભાગે તથા વાસાના ભાગે કમરના ભાગે ઈજાઓ પહોચી હતી. દરમિયાન તેઓને તાત્કાલિક જામનગરની જી.જી.હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પંચકોશી એ ડીવીજન પોલીસે આગળની  કાર્યવાહી હાથ ધરી હતી. યુવાનના મૃત્યુના પગલે માલધારી પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here