ખંભાલીયા : પૂર્વ રાજ્ય મંત્રીના પુત્ર સહિતનાઓએ કંપનીકર્મીઓને ધમકાવ્યા, કેમ ?

0
1213

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા ખાતે વેદાંતા કંપનીમાં નોકરી કરતા કર્મચારીઓને પૂર્વ મંત્રીના પુત્ર સહિતના સખ્સોએ આંતરી લઇ ધમકાવ્યા હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. કોલસા પરિવહનનો કોન્ટ્રાક્ટ માટે આરોપીઓએ કંપનીમાં ચાલતા વાહનોને રોકાવી ચાવી કાઢી લઇ કંપનીના કર્મચારીઓ સામે વાણી વિલાસ આચરી ઢીકાપાટુંનો માર માર્યો હોવાનું સામે આવ્યું છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના વડા મથક ખંભાલીયા ખાતે ત્રણ દિવસ પૂર્વે તા.૨૩/૧૧/૨૦૨૧ના રોજ સાડા નવેક વાગ્યાના સુમારે જામનગર-ખંભાળીયા હાઇવે પર આવેલ એનારી ગોલાઇ પાસેથી પસાર થતા સેસા કોક ગુજરાત (વેદાંતા)ના કર્મચારીઓની ગાડીઓને રોકી પૂર્વ મંત્રી જેસા ગોરિયાના પુત્ર દિલીપ ગોરીયા અને સતુભા અને મહેન્દ્રસિંહ જેઠવા તેમજ તેમની સાથેના અજાણ્યા પાંચેક સખ્સોએ, ગાડીઓની ચાવી કાઢી લઇ, વાણી વિલાસ આચાર્યો હતો. ત્યારબાદ કર્મચારીઓને ધિકાપાટુંનો માર માર્યો હતો. આ બનાવ અંગે ભોગગ્રસ્ત કંપની કર્મચારી અધિપ શ્રીકાંત પાઇએ પોતાના ઉપરી અધિકારીઓ સાથે વાર્તાલાપ કરી આરોપી દિલીપ સહિતના સખ્સો સામે ખંભાલીયા પોલીસમાં આ બનાવ અંગેની ફરિયાદ નોંધાવી હતી. જેમાં ત્રણેય આરોપીઓને કંપનીમાં કોલસા પરીવહન કરવા માટે બળજબરીથી કોન્ટ્રાકટ મેળવવો હતો. આ કામ માટે જ કંપનીના કર્મચારીઓને તેમની ગાડી સાથે કંપનીમાં કામ કરવા જતા રોકી, ગાડીની ચાવી કાઢી લઇ બધા કંપની કર્મચારીઓને જેમ ફાવે તેમ ભુંડી ગાળો બોલી તથા ઢીકાપાટુનો માર મારી શરીરે મુંઢ ઇજાઓ પહોચાડી હતી. જ્યાં સુધી કોન્ટ્રાક્ટ નહી આપે ત્યા સુંધી કંપનીમાં કામ કરવા નહી જવા દઈએ એમ કહી આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી  હોવાનું ફરિયાદમાં જાહેર થયું  છે. ઉલ્લેખનીય છે કે, આરોપી દિલીપ ગોરિયાના પિતા જેશાભાઈ ગોરિયા ભૂતકાળમાં ખંભાલીયાના ધારાસભ્ય રહી ચુક્યા છે અને એક સમયે રાજ્યમંત્રી તરીકે પણ સેવા બજાવી ચુક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here