જામનગર: ૧૬ વર્ષના સગીરે રીલ બનાવી ડેમમાં લગાવી મોતની છલાંગ

0
2196

જામનગરમાં મહારાજા સોસાયટીમાં રહેતા ૧૬ વર્ષની વયના એક તરૂણે કોઈ અગમ્ય કારણોસર વિજરખી ડેમમાં ઝંપલાવી દઈ આત્મહત્યા કરી લીધી છે. આ બનાવને લઈને મૃતકના પરિવારમાં માતમ છવાયો છે.


આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર મહારાજા સોસાયટીમાં રહેતા અબ્દુલ કાદિર અબ્બાસ અલી નામના ૧૬ વર્ષના આરબ જ્ઞાતિના તરુણે કોઈ અગમ્ય કારણોસર જામનગર- કાલાવડ ધોરી માર્ગ પર આવેલા વિજરખી ડેમમાં ઝંપલાવી દઇ આત્મહત્યા કરી લીધી છે.
આ બનાવ અંગે મૃતકની માતા સુલતાનાબેન અબ્બાસભાઈ આરબે પોલીસને જાણ કરતાં પંચકોષી એ. ડિવિઝનના પી.એસ.આઇ જે.પી. સોઢા અને તેમના સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને ફાયર બ્રિગેડની મદદથી મૃતદેહને બહાર કઢાવ્યો હતો. અનેવમૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને લઈને મૃતકના પરિવારમાં ભારે માતમ છવાયો છે.

મૃતકે “અચ્છા ચલતા હું દુવાઓ મેં યાદ રખના” ગીત સાથેનું સ્ટેટસ બનાવીને મોબાઈલમાં મૂક્યું

જામનગરના મહારાજા સોસાયટીમાં રહેતો અબ્દુલ કાદિર નામનો ૧૬ વર્ષનો તરુણ કે જેણે વિજરખી ડેમ માં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી, તે પહેલાં પોતે ડેમના કાંઠે ઉભો રહ્યો હતો, અને વીજરખી ડેમ અને પોતાનો ચહેરો દેખાય તે રીતે પોતાના મોબાઈલમાં શુટીંગ કર્યું હતું, અને “અચ્છા ચલતા હું, દુવાઓ મેં યાદ રખના” વાળુ ગીત સાથે નો વિડીયો બનાવી તેનો સ્ટેટસ પોતાના મોબાઈલ ફોનમાં મૂક્યું હતું, અને ડેમના કાંઠે મોબાઈલ છોડીને પોતે આપઘાત કરી લીધો હતો. જે સ્ટેટસ ના આધારે આત્મહત્યા કરી લીધી છે, તેવી જાણકારી મળી હતી.

https://www.instagram.com/reel/C0VeCdJKu-D/?igshid=MzRlODBiNWFlZA==

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here