જામનગર : સવા મહિના પૂર્વે રાજ્યભરમાં આવેલ ભૂકંપના કારણે ફેલાયેલો ભય જ્યાં દૂર થયો છે ત્યાં આજે વધુ એક ભુકંપનો આંચકો અનુભવાતા તહેવારોના માહોલમાં થોડો ભય ફેલાયો છે. જોકે ભૂકંપની ઓછી તિવ્રતાનો લઈને ક્યાંય નુકસાની થવા પામી નથી.
નવેમ્બર 2019 થી જાન્યુઆરી માસ સુધીના ગાળામાં જામનગર જિલ્લામાં નાના-મોટા 21 ભૂકંપના આંચકાથી હાલારીઓ સતત ભયનો માહોલ ઉભો થયો હતો. કાલાવડ તાલુકા મથક આસપાસના ગામડાઓમાં કેન્દ્રબિંદુ વાળી ફોલ્ટ લાઇન દર વર્ષે આ જ સમય ગાળામાં સક્રિય થાય છે. આ ભૂકંપના આંચકાઓ હજુ સમી ગયા બાદ કોરોનાકાળ શરૂ થયો છે. હાલ રોગચાળાની સ્થિતિ વચ્ચે ભૂકંપના આંચકાએ ભય ફેલાવ્યો છે.
આજે સાંજે 7:16 મિનિટ જામનગરથી 25 કિમિ દૂર કાલાવડ તરફ કેન્દ્રબિંદુ ધરાવતો 2.8ની તીવ્રતા વાળો આંચકો અનુભવાયો છે. જેને લઈને થોડો ભય ફેલાયો છે. હાલ તહેવારોના માહોલ ભૂકંપ આવતા ગ્રામ્ય વિસ્તારોમાં ભયનું લખલખું સવાર થઈ ગયું છે. પરંતુ ભૂકંપને લઈને અફવાઓથી દૂર રહેવુ જોઈએ. કોઈ જાતના ભય વગર નિર્ભય બની એકબીજાના સાથ આપવો જોઈએ. ખોટી અફવાઓથી પણ દૂર રહેવુ જોઈએ.