જામનગર : કોરોના વોરિયર પોલીસકર્મીનું મોત, ગાર્ડ ઓફ ઓનર અપાયું

0
813

જામનગર : જામનગરમાં કોરોનાએ રીતસરનો કહેર વર્તાવ્યો છે. દરરોજ દર્દીઓની સાથે મૃતકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આજે વધુ 53 દર્દીઓ પોઝીટીવ આવતા શહેરનો આંકડો સાડા આઠસો પર પહોંચી ગયો છે. ત્યારે ત્રણ દિવસ પૂર્વે દાખલ થયેલ એક કોરોના વોરિયર પોઝીટીવ આવતા કોવિડ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ત્રણ દિવસની સારવાર બાદ આ વોરિયર પોલીસકર્મીનું મૃત્યુ નિપજ્યા પોલીસબેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે.

જામનગર શહેરમાં કોમ્યુનિટી સંક્રમણના કાળમાં દિવસે ને દિવસે કોરોનાનાં દર્દીઓ વધી રહ્યા છે. સતત વધતી હતી દર્દીઓની સંખ્યાને લઈને ગઈ કાલે જ સીએમ અને ડેપ્યુટી સીએમ જામનગર આવી હાલની સ્થિતિ નિયંત્રિત કરવા તંત્રને એડી ચોટીનું જોર લગાવવા અને જરૂરી પગલાં ભરવાની સૂચના આપી હતી. સતત વધતા જતા દર્દીઓ વચ્ચે આજે વધુ નવા 53 દર્દીઓ ઉમેરાયા છે. જ્યારે ચાર દર્દીઓના કોરોના હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યા છે જેમાં કોરોના વોરિયર એક પોલીસ કર્મચારીનો સમાવેશ થાય છે. ત્રણ દિવસ પૂર્વે જ લક્ષણો દેખાતા ચેતનભાઈ જોશી નામના પોલીસ કર્મીને કોવિડ ટેસ્ટ કરી પોઝીટીવ જાહેર થતા દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર હેઠળ આજે બપોરે પોલીસકર્મીનું મૃત્યુ નીપજ્યું છે. જેને લઈને પોલીસ બેડામાં શોકનું મોજું ફેલાઈ ગયુ હતું.

પોલીસે હોસ્પિટલ બહાર જ મૃતક પોલિસકર્મીને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. શહેર ડીવાયએસપી જાડેજાના જણાવ્યા અનુસાર મૃતક ચેલા એસઆરપી કેમ્પમાં ફરજ બજાવતા હતા પરંતુ હાલ હેડક્વાર્ટર ખાતે એલઆરડીની તાલીમ ચાલી રહી છે ત્યાં જવાનોને ટ્રેઇનિંગ આપવા આવતા હતા. જો કે તેઓ કેટલા પોલીસ જવાનો અને ટ્રેઇની જવાનોના સંપર્કમાં આવ્યા છે તેની હાલ વિગતો નથી પરંતુ જેની સાથે સંપર્કમાં આવ્યા છે તેના રિપોર્ટ અને ક્વોરેન્ટાઈ સહિતની તકવીજ કરાશે. હાલ તો કોરોના વોરિયરના મૃતયને લઈને હેડ ક્વાર્ટરમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here