જામનગરઃ દરેડના ઉધોગપતિઓ દ્રારા પાંચ વર્ષમાં 12 હજાર વૃક્ષોનો ઉછેર કર્યો

0
158

એક સમયે સૌરાષ્ટ્રના પેરીસની ઉપમા જે શહેરને મળી હતી, તે શહેર જામનગરને બ્રાસસીટી તરીકે ઓળખવામાં આવે છે. અહી નાના મોટા હજારોની સંખ્યામાં ઉઘોગ-કારખાનાઓ આવેલા છે. દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં ઉઘોગકારોની સંસ્થા દ્રારા વિવિધ સેવાકીય, સામાજીક પ્રવૃતિઓ નિસ્વાર્થભાવે કરવામાં આવે છે. દરેડ પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશન દ્રારા પાંચ વર્ષમાં 12000 થી વધુ વૃક્ષોનુ વાવેતર અને તેના જતનની જવાબદારી સ્વચ્છિક નિસ્વાર્થભાવે સ્વીકારીને નિષ્ઠાપુર્વક નિભાવી. જેના પરીણામે દરેડ વિસ્તારમાં વૃક્ષોની સંખ્યા વધતી રહે છે.

5 વર્ષથી અવિરત સેવા.
વર્ષ દરમિયાન અનેક દિવસની ઉજવણી કરવામાં આવે છે. 5મી જુનના દિવસે પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે. 2019ની 5 જુને દરેડ જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશન દ્રારા વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો. વૃક્ષોના વાવેતર માત્રથી પર્યાવરણનુ જતન ના થઈ શકે. તેથી તેમના ઉછેરવાની જવાબદારી પણ સંસ્થાના સ્વયંસ્વકોએ સ્વૈચ્છિક સ્વીકારીને નિભાવી. ત્યારથી આ કાર્યને અભિયાન સ્વરૂપે અવિરત ચલાવવામાં આવ્યુ. જેના પરીણામે જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલા 35 જેટલા કોમન પ્લોટ અને જાહેર માર્ગ પર 12 હજારથી વધુ વૃક્ષોનો વન બન્યુ છે.

સંસ્થા દ્રારા વક્ષોના જતનના કારણો
દરેડ જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશનના હોદેદારો, સદસ્યો, ઉધોગપતિ, કારખાનેદારની સાથે ખેડુતપુત્ર હોવાથી વૃક્ષો પ્રત્યેનો લગાવ વારસામાં મળ્યો છે. સાથે પર્યાવરણને બચાવવામાં શકય તેટલા પ્રયાસો કરવાની નેમ માટે વૃક્ષોનુ વન તૈયાર કરવામાં આવ્યુ. તેમજ કોમન પ્લોટમાં ખાલી રહેલી જગ્યાને વન તૈયાર કરીને હરીયાળુ બનાવ્યુ.

5મી જુન 2019થી આ અભિયાન
5મી જુન 2019થી આ અભિયાનમાં દરેડ જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશન હોદેદારો, સદસ્યોનો નિત્યક્રમ બની ગયો. વૃક્ષોનુ વાવેતર, જમીનની જાળવણી, સફાઈ, માવજત, પુરતુ અને નિયમિત પાણી આપવુ સહીતની કામગીરી નિયમિત થઈ છે. આશરે 500થી વધુ પાંજરાઓ જી.આઈ.ડી.સી વિસ્તારમાં આપવામાં આવ્યા. ટપક સિંચાઈ પધ્ધતિથી વૃક્ષોને પાણી આપવામાં આવે છે. તેમજ જાહેર માર્ગો પર રહેલા વૃક્ષોને પાણી મળી રહે તે માટે કારખાનેદારે ગાડી સંસ્થાને ભેટ કરી છે.
૧૨૦૦૦ વૃક્ષોના ઉછેર માટે સહયોગી સંસ્થા અને કારખાનેદારો


12 હજારથી વધુ વૃક્ષોના જતન કરીને વન તૈયાર કરવા માટે સંસ્થાના કન્વીનર જયેશ કથિરીયા અને તુલસી મુંગરાએ દિવસનો મોટાભાગનો સમય ફાળવીને સેવા બજાવે છે. સાથે આ અભિયાનમાં વનવિભાગ, પંચકોષી બી ડીવિઝન પોલીસની ટીમ અને કારખાનેદારો સહભાગી બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here