જામજોધપુર : આ મહિલાઓ વધુ એક વખત જુગાર રમતા પકડાઈ

0
438

જામજોધપુરમાં દોઢીયાવાડી ખાતે આવેલ મારૂતિપાર્કમાં સ્થાનિક પોલીસે એક રહેણાંક મકાનમાં દરોડો પાડી મકાન અંદર જુગાર રમતી પાંચ મહિલાઓને પોલીસે રૂપિયા તેર હજાર ઉપરાંતની રોકડ સાથે જુગાર રમતા પકડી પાડી છે.

જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમ અમુક મહિલાઓ જુગાર માટે પંકાઈ ગયી છે. આ મહિલાઓ પૈકી અમુક મહિલાઓએ જુગાર શરૂ કરી દીધો હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી. જે મુજબ હર્ષાબેન સુરેશભાઈ માણસોરીયા પોતાના મકાનમાં જુગાર રમાડી રહેલ હોઈ તે બાતમીના આધારે જામજોધપુર પોલીસ દવારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન જુગાર રમી રહેલ હર્ષાબહેન સુરેશભાઈમાણસોરીયા અને તેની સાથેના પન્નાબહેન રાજેશભાઈ કાનાબાર, ચેતનાબહેન હર્ષદભાઇ ધેટીયા તથા દક્ષાબહેન હકાભાઈ અને મંજુલાબહેન ચંદુભાઈ નાનેરા આબાદ પકડાઈ ગયા હતા. પોલીસે તમામના કબ્જામાંથી રૂપિયા રૂ .૧૩૩૦૦ રોકડા તથા ૫ – નંગ મોબાઈલ કિમત ૪૫૦૦ મુદામાલ સહિત રૂપિયા ૧૭,૮૦૦નો મુદ્દામાલ કબજે કરી, જુગાર ધારા 4-5 મુજબ કાર્યવાહી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here