કોરોના અપડેટ્સ : ૨૪૫ કેસ, બેના સતાવાર મોત, મહાપાલિકાએ લગાવ્યા નીયંત્રણો, જાણો વિસ્તારથી

0
251

જામનગર : જામનગર શહેરમાં ગઈ કાલથી રાત્રી કર્ફ્યું જાહેર થયો છે અને અમલવારી  શરુ કરી દેવામાં આવી છે. કોરોનાની ચેઈનને તોડવા માટે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી વચ્ચે આજે કોરોનાના રેકોર્ડ બ્રેક દર્દીઓ સામે આવ્યા છે. આજે શહેર જીલ્લામાં ૨૪૫ નવા દર્દીઓ ઉમેરાયા છે. જયારે બે દર્દીઓના સતાવાર મોત જાહેર થયા છે. બીજી તરફ કોરોનાને રોકવા માટે મહાનગરપાલિકાએ નિયંત્રણો લગાવી જાહેરનામું બહાર પાડ્યું છે.

જામનગરમાં દિવસે ને દિવસે કોરોનાના દર્દીઓનો ગ્રાફ સતત વધતો  જ જાય છે. ગઈ કાલે ૨૦૨ દરદીઓ નોંધાયા બાદ આજે તેમાં ૫૦ દર્દીઓ ઉમેરાયા છે અને આજે વધુ ૨૪૫ દર્દીઓ જીજી હોસ્પીટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જયારે દાખલ પૈકીના બે કોરોના ગ્રસ્ત દર્દીઓના  મૃત્યુ નીપજ્યા હોવાનું આરોગ્ય તંત્રના હેલ્થ બુલેટીનમાં જણાવાયું છે. ગઈ કાલથી અમલમાં આવેલ રાત્રી કર્ફ્યું વચ્ચે સતત દર્દીઓની સંખ્યામાં વધારો બધાય માટે ચિંતાનો વિષય બન્યો છે. આવા સમયે મહાનગરપાલિકાએ વિચારવિમર્સ કરી જાહેર સ્થળો પર નીયંત્રણો લાદી દીધા છે. જે મુજબ રણમલ લેઈક માત્ર સવારે છ થી નવ વાગ્યા સુધી જ જોગીંગ અને વોકિંગ માટે ખુલ્લું રાખવામાં આવશે. જયારે જામ રણજીતસિંહ પાર્ક, એમ્યુજમેન્ટ પાર્ક તથા જામ્યુકો હસ્તકના તમામ બાગ બગીચાઓ સંપૂર્ણ બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. બીજી તરફ જાહેર કાર્યક્રમો માટે અપાતો ટાઉન હોલ હવે માત્ર મહાનગરપાલિકા પુરતો જ માર્યાદિત કરી નાખ્યો છે. આ ઉપરાંત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં વિકેશીનેશ કરાવ્યાનું પ્રમાણપત્ર ફરજીયાત બનાવાયું છે જયારે ૪૫ વર્ષથી નીચેના નાગરિકો માટે ૧૦-૧૦ દિવસનો એન્ટીજન ટેસ્ટ રીપોર્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે. આ જાહેરનામું તા. ૯ થી ૨૦/૪ સુધી અમલમાં રહેશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here