નિર્ણય : માત્ર બે જ દિવસમાં સરકાર લાઈનમાં આવી ગઈ, કેમ ? જાણો

0
896

જામનગર અપડેટ્સ : બે દિવસથી ખાતરના ભાવ વધારાને લઈને રાજ્યભરમાં ખેડૂતોમાં કચવાટ શરૂ થયો છે. જેને લઈને સરકાર ભીંસમાં આવી છે. બે દિવસના વાતાવરણ બાદ આજે સરકારે ભાવ વધારા અંગે પીછે હટ કરી ખેડૂતોની સહાનુભૂતિ મેળવવા પ્રયાસ કર્યો છે.

મહાનગરપાલિકાની ચૂંટણી બાદ જિલ્લા પંચાયત-નગરપાલીકાઓની ચૂંટણી યોજાય તે પૂર્વે રાસાયણિક ખાતરના ભાવ વધારો સુચવતો પત્ર લીક થયો, જેને લઈને કૃષિ પ્રધાન ફળદુ મેદાને આવ્યા અને કોઈ ભાવ વધારો નહિ થાય એવી ખાતરી આપી કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાવ વધારો જીકી દેવાતા સરકારની કિરકિરી થઈ હતી. જેને લઈને સરકારે વિચારણા કર્યા બાદ ખુલાસો કરવો પડ્યો છે. કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, “ખાતરના ભાવ વધારામાં અને તેની ઉપલબ્ધતા અંગે દેશમાં ઉભી થયેલી સ્થિતિને લઈને ભારત સરકાર દ્વારા ઉચ્ચ કક્ષાની મીટીંગ બોલાવાઈ હતી. ખેડૂતોના હિતોને પ્રાધાન્ય આપી કેન્દ્ર સરકારે ખાતર ઉત્પાદક કંપનીઓને ખાતરનાં ભાવમાં કોઈ વધારો નહિ કરવાનો નિર્દેશ આપ્યો છે. તેની સાથે ખાતર ઉત્પાદક કંપનીઓ સહમત થઇ છે તથા નોંધનીય છે કે હવેથી ખેડૂતોને જૂના ભાવથી જ ડીએપી, એમઓપી અને એનપીકે ખાતર મેળવી શકશે’. રસાયણ અને ખાતર મંત્રી માન્ડવીયાની આ જાહેરાત ખેડૂતોના રોષ બાદ જાહેર થઈ છે જે સૂચક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here