જામજોધપુર : 29 તોલા સોનાની ચોરી આ ચાર શખ્સોએ કરી’તી

0
671

જામનગર : જામજોધપુરમાં બંગાળી કારીગરને ત્યાંથી થયેલ 29 તોલા સોનાની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે ચાર શખ્સોને પકડી પાડી 25 તોલા સોનુ કબજે કર્યું છે.

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા મથકે માતબર ચોરીની ઘટના ઘટી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. અહીં વર્ષોથી સોના ચાંદીના વેપાર સાથે સંકળાયેલ વેપારીઓના દાગીના બનાવતા એક બંગાળી કારીગરના ઘરને ગત રાત્રે તસ્કરોએ નીસાન બનાવ્યું હતું. જેની વિગત મુજબ, ગત રાત્રે શુભાષ રોડ પર આવેલ ભૂત મેળી  શેરી,આ સોનાની ઘડામણની દુકાન ધરાવતા હનીફ કરીમભાઈ શેખ નામના ધંધાર્થીના રહેણાંક મકાનને કોઈ તસ્કરોએ નીશાન બનાવ્યું હતું. જેમાં દુકાનના દરવાજાનું તાળુ કોઈ પણ રીતે તોડી અંદર પ્રવેશેલ શખસો અંદર લાકડાની અલગ અલગ પાડલીના ખાનામાં રાખેલ ઘડાઈ માટે આવેલ 29  તોલા સોનાને હાથ વાગ્યુ કરી ચોરી કરી લઇ ગયા હતા. રૂપિયા 11,62,000ની કિંમતનું સોનુ ચોરી કરી ચાલાક તસ્કરો રૂમ અંદર રહેલ સીસી ટીવીનું ડીવીઆર પણ સાથે લેતા ગયા હતા. જેથી ચોરી પકડાઈ ન જાય, આ બનાવની સવારે નવેક વાગ્યે જાણ થતા બંગાળી કારીગરે વેપારીઓને પ્રથમ જાણ કરી હતી. જેને લઈને જામનગર એલસીબી અને સ્થાનિક પોલીસનો કફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એલસીબી પોલીસે સીસીટીવી ફુટેઝ, ટોલનાકાના ફુટેઝ, બાતમીદારોને કામે લગાડ્યા હતા. જેમાં આ પ્રકરણમાં સંડોવાયેલ ચાર શખ્સો કાલાવડ નજીકથી પસાર થવાની હકીકત ધ્યાને આવી હતી જેને લઈને એલસીબીએ તાત્કાલિક કાલાવડ પહોંચી વોચ ગોઠવી હતી જેમાં ભાવેશ સુરેશભાઈ પરીયા રહે.ભાવનગર રોડ ચુનારા વાડ ચોક રાજકોટ તથા મોહિત હસમુખ વિછણીયા, ચુનારા વાડ ચૌક રાજકોટ, રવિ રાજુભાઈ સોલંકી રહે.સાવનગર રીડ યુનારા વાડ ચોક રાજકોટ અને અનિલ ઉર્ફે મનીયો ચતુરભાઇ, રહે.ભાવનગર રોડ ચુનારા વાડ ચોક રાજકોટ વાળા શખ્સોને બે મોટર સાયકલ સાથે પકડાઈ ગયા હતા. પોલીસે આ શખ્સો પાસેથી રૂપિયા 11, 25,100ની કિંમતનું 25 તોલા સોનુ કબજે કર્યું હતું. પોલીસે ચારેય શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય ચાર તોલા દાગીના કબજે કરવા પોલીસે ચારેય શખ્સોને કોર્ટ સમક્ષ રજુ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here