જામજોધપુર : એસટી ડ્રાઈવર અને તેના ભાઈએ પાડોશી યુવતી સાથે કર્યું એવું કે….

0
2043

જામનગર : જામનગર જિલ્લાના જામજોધપુરના પૂર્વ એસ.ટી.ડેપો મેનેજરના પુત્ર એવા બસ ચાલક સહિતના ચાર શખ્સોએ પડશોમાં રહેતી એક અપરિણિત યુવતી સામે અભદ્ર વર્તન કરી બિભત્સ માંગણી કર્યાની તેમજ હુમલો કરવા સબબ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જામજોધપુર સહિત જિલ્લાભરમાં ચકચારી બનેલા પ્રકરણની વિગત મુજબ તાલુકા મથકના ઉમીયાનગર-1માં રહેતી એક અપરિણિત યુવતીએ અહીંના એસ.ટી.ડેપોના પૂર્વ મેનેજરના પુત્ર અને હાલ એસ.ટી. ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા સમિત જમનભાઇ ખાંટ અને તેના પત્ની જોશનાબેન ખાંટ તથા જયદીપ ખાંટ સામે સ્થાનીક પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. આરોપી સમિતે મારી સાથે ચાલ તને મજા આવશે તેમ કહી બિભત્સ વાણી વર્તન કરી તેમજ અન્ય આરોપીઓએ લાકડી વડે હુમલો કરી તેણીને ઇજા પહોંચાડયાનો ફરિયાદમાં આરોપ લગાવાયો છે. મહિલા પોતાના ઘરનું ફળીયુ સાફ કરતી હતી ત્યારે આરોપી સમિતે બિભત્સ ઇશારા કરી અભદ્ર બોલાચાલી કરી હતી. જેને લઇને માથાકુટ થતા એસ.ટી.બસના ચાલક એવા આરોપી સમિતે તેણીને કહ્યું હતું કે મારા ભાઇ સાથે જા તને મજા આવશે. આ ઘટના સમયે ઘરની બહાર આવેલા અન્ય આરોપીઓએ પણ તેણીને લાકડી વડે માર માર્યો હતો. આ બનાવ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here