જામજોધપુર: વિધાનસભા વિસ્તારમા હાલારની દીકરી પૂનમબેન માડમને જુસ્સાભેર આવકાર

0
974

જામનગર લોકસભામાં સમાવિષ્ટ જામજોધપુર વિધાનસભાના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભથી માંડી હાલ ઘડી સુધી છો તરફ કમળ કમળ થઇ રહ્યું છે. વડાપ્રધાનની લગાતાર વિકાસ યાત્રા અને સાંસદ પુનમબેનની કાર્યપ્રણાલીથી સંતુષ્ઠ નાગરિકોએ વધુ એક વખત ભાજપને ચૂંટી કાઢવા અદમ્ય ઉત્સાહ દેખાડ્યો છે. રેલી, સભાઓ અને ડોર ટુ ડોર પ્રચાર જુમ્બેસમાં લોકોની જુસ્સો અને આવકાર ભાજપ માટે ખુબ જ સારું વાતાવરણ ઉભું કર્યું છે. ભવ્રેય રેલી વખતે સાંસદ પુનમબેને જનસમુદાય ને સંબોધતા જણાવેલ કે, ભારતીય જનતા પાર્ટી ની સમર્પિત સેવા છેવાડાના માનવી સુધી પહોંચી છે.

જામજોધપુર વિધાનસભા બેઠક પરના તમામ ગામડાઓમાંથી જોડાયેલ સૌ નાગરિકોએ “મોદી સાહેબની ગેરન્ટી” માં અપ્રતિમ વિશ્વાશ દાખવી, પ્રચંડ જનસમર્થન ની કટિબદ્ધતા વ્યક્ત કરી છે. રેલી તથા ઉદબોધન સમયે ઉમટી પડેલ જામજોધપુર વાસીઓનો આ અદભુત ઉત્સાહ અને સમર્થન ચોક્કસપણે એકવાર ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીત સુનિશ્ચિત કરનાર પ્રતીત થયા. જામજોધપુર મુખ્ય માર્ગ ઉપર લોક્સભાના સાંસદ તથા ઉમેદવાર શ્રી પૂનમબેન માડમનો ભવ્ય રોડ શો યોજાયો. વિવિધ જ્ઞાતિના આગેવાનો, ગરબી મંડળ, સામાજિક સંસ્થા દ્વારા પૂનમબેન માડમ નું સ્વાગત કરવામાં આવ્યું, ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પછી પ્રચંડ જનમેદની સાથે સભા યોજાઈ હતી.
આ તબ્બકે સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમ, જિલ્લા પ્રમુખ રમેશભાઈ મૂંગરા, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, અભિષેસકભાઈ પટવા, પ્રવિણસિંહ જાડેજા, પૂર્વમંત્રી ચીમનભાઈ સાપરીયા, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા, ચિરાગ કાલરીયા, શહેર તાલુકા પંચાયત પ્રમુખ જે ટી ડોડીયા, શહેર ભાજપ પ્રમુખ જયેશભાઇ ભાલોડીયા, તાલુકા પંચાયત પ્રભારી ખુશાલભાઈ જાવિયા, પૂર્વ જિલ્લાપંચાયત મહામંત્રી ચેતનભાઈ કડીવાલ, અગ્રણી આગેવાન અમુભાઈ, જિલ્લા પંચાયતના સભ્યો, મોરચા ના પદાહિકારીઓ, શહેર સંગઠનના પદાધિકારીઓ હોદેદારો, કાર્યકર્તાઓ, મહિલાઓ , સામાજિક અગ્રણીઓ વિશાળ સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here