જામનગર: પ્રધાનમંત્રીના પ્રવાસમાં ડીસીપી નકુમની કામગીરીથી આઈજી નારાજ

0
1012

જામનગરમાં ગઈ કાલે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની જાહેર જન સભામાં રાજ્ય પોલીસે કોઈ કચાસ ન રહી જાય તે અર્થે માઈક્રો પ્લાનિંગ કરી સુરક્ષા વ્યવસ્થા ઉભી કરી હતી. આ સુરક્ષા વ્યવસ્થામાં રાજ્યભરના ઉચ્ચ પોલીસ અધિકારીઓથી માંડી કોન્સ્ટેબલ સહિતનાઓને જવાબદારી સોંપવામાં આવી હતી. ફરજના ભાગ રૂપે હાજર થયેલ સુરતના એસઓજી ડીસીપીએ ફરજમાં બેદરકારી દાખવતા તેઓને રાજકોટ રેંજ આઈજી દ્વારા નોટીસ આપવામાં આવી છે અને કામગીરીથી અસંતોષનો ભાવ દર્શાવ્યો છે.

જામનગરમાં યોજાયેલ સભામાં ૧૪ આઈપીએસ સહીત પોલીસના ઉચ્ચ અધિકારીઓને સુરક્ષા વ્યવસ્થા માટે ફરજ સોંપવામાં આવી હતી. જેમાં સુરત એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમને વીવીઆઈપી સુરક્ષા વ્યવસ્થા અર્થે એરફોર્સ 1 થી સંતોષી માતાના મંદિર સુધી રોડ બંદોબસ્તની ફરજ સોપવામાં આવી હતી. જો કે આ ફરજ દરમિયાન ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ સ્થળ તપાસ દરમિયાન ક્ષતિઓ અને બેદરકારી સામે આવી હતી.

જેમાં રોડ બંદોબસ્ત સુપરવિઝન ઈન્ચાર્જશ્રીએ રોડ બંદોબસ્ત યોગ્ય રીતે ગોઠવેલ ન હતો.• સામાન્ય રીતે દેખાય આવતા જાહેર પોઇન્ટ પર યોગ્ય રીતે બેરિકેટિંગ કરવામાં આવેલ ન હતા. • ડીપ પોઇન્ટ યોગ્ય રીતે લગાવવામાં આવેલ ન હતા. • પોલીસ સ્ટાફના કર્મચારીઓને બરિકટિંગની બહાર ઊભા રાખવામાં આવેલ. જે વ્યવહારૂ દ્રષ્ટીએ જોવા જઇએ તો ૭૦ ટકા બેરિકેટ ની અંદર અને 30 ટકા બેરિકેટ બહાર હોવા જોઈએ જેનું સુપરવિઝન અધિકારી તરીકે ધ્યાન રાખવામાં આવેલ નથી.

આ ઉપરાંત તપાસમાં પિટલસ સ્કોર્ટ નેશનલ પાર્ક વડાપ્રધાનના રુટ પર આવતો હોય તેમ છતાં આ નેશનલ પાર્કમાં સંદિગ્ધ વસ્તુઓ કે શંકાસ્પદ ઈસમો બાબતે કોઈ ખરાઈ કરવામાં આવેલ નથી કે કોઈ પોઇન્ટ આપવામાં આવેલ નથી. • એરફોર્સ સ્ટેશન નજીકના સ્લમ વિસ્તાર પાસે ટ્રાફીક કન્ટ્રોલ કરવા સારૂ ફોલ્ડીંગ બેરીકેટ કે જે મુવેબલ હોય તે રાખવા જોઇએ. પરંતુ આ બાબતે સુપરવિઝન અધિકારી તરીકે કોઇ ધ્યાન રાખવામાં આવેલ નહી. આ તમામ બાબતોને લઈને આઈજી અશોકકુમાર દ્વારા ડીસીપી નકુમને નોટીસ આપી કામગીરીથી નારાજગી દર્શાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here