જામનગર : કોરોના વિસ્તર્યો, એક સાથે ૧૩ વિદ્યાર્થી પોઝીટીવ

0
519

જામનગર શહેર  જીલ્લામાં કોરોનાનું સંક્રમણ તીવ્ર ગતીએ વધી રહ્યું છે. ગઈ કાલે જામજોધપુરથી ઉપલેટા ખાતે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ પૈકી તેર વિદ્યાર્થીઓએ એક સાથે કોરોનાગ્રસ્ત જાહેર થતા જે તે વિદ્યાલય અને વિદ્યાર્થીઓના પરિવારમાં ચિંતાનું મોજું પ્રશરી ગયું છે. કોવિડ મહામારીના પગલે શાળા સંચાલકોએ તાત્કાલિક અસરથી એક સપ્તાહ સુધી ઓફલાઈન શિક્ષણ બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ તાન્ઝાનીયાથી જામનગર આવેલ એક યુવતી અને વૃદ્ધ ઓમીક્રોન વેરીયંટ સંક્રમિત હોવાનું જાહેર થયું છે.

જામનગર જિલ્લામાં કોરોનાની મહામારીનો ત્રીજો રાઉન્ડ શરુ થઇ ગયાની અગમચેતીનાં આસાર મળી રહ્યા છે. ગઈ કાલે આરોગ્ય તંત્રના ચિંતાજનક બુલેટીન સામે આવ્યા છે. જેમાં ગઈ કાલે જામનગર શહેરમાં કોરોનાના નવા આઠ દર્દીઓનો ઉમેરો થયો છે જયારે એક દર્દીનું મૃત્યુ થયું છે અને એક દર્દીને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. બીજી તરફ જામજોધપુર તાલુકા મથકથી રાજકોટ જીલ્લાના ઉપલેટા ખાતે અપડાઉન કરતા તેર વિદ્યાર્થીઓના રીપોર્ટ એક સાથે પોજીટીવ આવતા જિલ્લા આરોગ્ય તંત્રમાં હડકંપ મચી ગયો છે. જેને લઈને ઉપલેટાની શાળા એક સપ્તાહ સુધી બંધ રાખી ઓનલાઈન શિક્ષણ શરુ કરાયું છે. ગઈ કાલે જીલ્લામાં કુલ ૧૪ દર્દીઓ નોંધાયા હતા. જેમાં જામજોધપુરના વિદ્યાર્થીઓનો સમાંવેશ થાય છે પોતાના સંતાનો કોરોનાગ્રસ્ત બનતા વાલીઓમાં થોડી ચિંતા પ્રસરી છે.

બીજી તરફ શનિવારે તાન્ઝાનિયાથી અમદાવાદ આવેલ જામનગરની એક ૨૩ વર્ષીય યુવતી અને એક ૭૦ વર્ષીય વૃદ્ધ કોરોનાના નવા વેરીયંટ ઓમીક્રોન ગ્રસ્ત હોવાનું સામે આવતા જામનગરમાં થોડી ચિંતા વધી છે.  પણ સારી બાબત એ છે કે આ બંને દર્દીઓ અમદાવાદ એરપોર્ટથી સીધા જ જામનગરની કોવીડ કેર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેથી જામનગરમાં આ બંને દર્દીઓથી ઓમીક્રોન સંકરણ ફેલાવવાની સંભાવના રહી નથી. ગઈ કાલે બંનેનો રીપોર્ટ ઓમીક્રોન સંક્રમિતનો આવતા બંનેને ઓમીક્રોન વોર્ડમાં સઘન સારવાર આપવામાં આવી રહી છે. સતત વધતા જતા કોરોનાના દર્દીઓને લઈને ત્રીજી લહેરની સંભાવનાઓ વધુ મજબુત થઇ છે.

જીલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલના જણાવ્યા અનુસાર…

જામજોધપુરથી ઉપલેટા ખાતે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ પૈકીના ૧૧ વિદ્યાર્થીઓના રેપીડ ટેસ્ટ પોઝીટીવ જાહેર થયા હતા. જયારે પાંચ વાગ્યા બાદ વધુ બે વિદ્યાર્થીઓના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. એક સમાન લક્ષણ હોવાથી ૧૩ પૈકી એક વિદ્યાર્થીઓના નમુના લઇ જીનોમ સિક્વેંસિંગ માટે  લેબમાં મોકલી આપવામાં આવ્યો છે. બસમાં અપડાઉન કરતા ૩૪ વિદ્યાર્થીઓ પૈકી હજુ વધુ વિદ્યાર્થીઓ પોજીટીવ જાહેર થવાની સંભાવનાઓ છે. શહેર-જિલ્લાના તમામ નાગરિકોએ સચેત બની કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા વધુ એક વખત સરકાર અને તંત્રએ સુચન કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here