અરેરાટી : ખંભાળિયાના આ ગામે માતાએ નવજાત શિશુ સાથે કૂવામાં ઝંપલાવ્યું

0
1384

જામનગર : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તાલુકાના બારા ગામે એક મહિલાએ તેના નવજાત શિશુ સાથે આપઘાત કરી લેતા સનસનાટી મચી જવા પામી છે. આ ઘટનાને પગલે નાના એવા ગામમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. જો કે મહિલાએ ભરેલ પગલાં પાછળનું કારણ બહાર આવ્યું નથી. પોલીસે બંને દેહ કબ્જે કરી જામનગર હોસ્પિટલ મોકલી પીએમ વિધિ કરાવવા તજવીજ હાથ ધરી છે.

દેવભુમી દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના બારા ગામે ઘટનાની વિગત મુજબ,
સલાયા નજીક બારા ગામમા રહેતી એક પરિણીતાની સાત માસ પૂર્વે જ સુવાવડ થઈ હતી અને તેણીએ બાળકીને જન્મ આપ્યો હતો. ડિલિવરી થયાને સાત દિવસ બાદ આજે મહિલાએ તેના સાત માસના નવજાત સાથે કૂવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આ ઘટનાને પગલે જાણ થતાં સલાયા પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામા સહિતની કામગીરી શરૂ કરી હતી. પોલીસે બંનેના મૃતદેહ કબ્જે કરી જામનગર પીએમ કરાવવા મોકલી આપ્યા છે. બનાવ પાછળનું કારણ બહાર આવ્યું નથી જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here