42 વર્ષની ગંદકીને સાફ કરતા ત્રણ ટર્મ લાગશે : પ્રવીણભાઈ મુસડીયા

0
1188

કાલાવડ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણભાઈ મુસડીયાને ફરી વખત રીપીટ કોંગ્રેસે કર્યા છે જે સાથે જ જનતાએ પણ પ્રવિનભાઈને ફરી વખત ગાંધીનગર મોકલવાનો નિર્ધાર કર્યો હોય તેમ તેઓને પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે. ગામડે ગામડેથી એક જ અવાજ આવી રહ્યો છે પ્રવીણભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ. પ્રજાના આ વિશ્વાસને કાયમ રાખતા પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે 42 વર્ષમાં ભાજપના રાજમાં કાલાવડ મતવિસ્તાર પછાત રહ્યો છે. માળખાગત સુવિધાઓથી લઈ હજુ અનેક કામો કરવાના બાકી છે, ભાજપની ભ્રષ્ટાચારની ગંદકીને સાફ કરતા હજુ ત્રણ ટર્મ જેટલો સમય લાગશે તેમ તેઓએ જણાવ્યું હતું. છેલ્લા પાંચ વર્ષના ગાળા દરમિયાન પોતાના સમય કાળમાં તેઓ રૂપિયા 265 કરોડના કામો નો હિસાબો પણ આપ્યો છે.

કાલાવડ વિધાનસભા બેઠક પર કોંગ્રેસે ફરી વખત ધારાસભ્ય પ્રવીણભાઈ મુસળીયા ને ઉમેદવાર બનાવ્યા છે. આમ જનતા થી માંડીને તમામ વર્ગમાં લોકલાડીલા બની ગયેલા પ્રવીણભાઈ છેલ્લા પાંચ વર્ષમાં સતત મેદાને રહ્યા છે અને લોકોના પ્રશ્નોને ઉજાગર કર્યા છે.
કાલાવડનો વિકાસ થયો નથી તેમ ભાજપ આક્ષેપ કરી રહી છે. આ આક્ષેપને તેઓએ સાચા ગણાવ્યા છે લાંબા સમયથી ભાજપ સત્તા પર હતો. હું તો છેલ્લા પાંચ વર્ષમાં આવ્યો છું, છતાં પણ મેં પાંચ વર્ષમાં 265 કરોડના વિકાસ કાર્યો કર્યા છે. અગાઉની 42 વર્ષની ભાજપ સરકારે મારા વિસ્તારમાં કામ નહીં કરી ગંદગીના ગંજ ખડકી દીધા છે. આ ગંદગી સાફ કરતા હજુ ત્રણ ટર્મનો સમય લાગશે એમ તેઓએ કહ્યું હતું. સાથે સાથે પોતાના કાર્યકાળ દરમિયાન રોડ રસ્તાઓથી માંડીને ખેતીવાડી, ખેડૂત અને વીજળી સહિતના પ્રશ્નો ઉકેલી સફળ સંચાલન કર્યું હોવાનું જણાવ્યું છે. ખેડૂતના ટીસી બળી જવાનો પ્રશ્ન હોય કે ગરીબોને મફત પ્લોટ આપવાની બાબત હોય, સરકારી તંત્ર સામે લડત કરી આર્થિક મોજણીના લાભો ગરીબોને અપાવ્યા છે એમ તેઓએ જણાવ્યું છે. ગરીબ અને સામાન્ય માણસો સરકારી કચેરીએ કામ કરાવવા જાય છે પરંતુ અધિકારીઓ સાંભળતા નથી, જનતા નું શોષણ કરે છે. સરકારી તંત્રમાંથી અધિકારી રાજ નાબૂદ કરવું છે તેમ તેઓએ જણાવ્યું હતું. કાલાવડ અને ધ્રોલ નગરપાલિકામાં ગરીબોના મકાનો રેગ્યુલાઇઝ કરાવવા છે, સાથે સાથે ખેડૂતોના પ્રશ્નો પણ ઉકેલવાનો વાયદો તેઓએ કર્યો છે.

આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા તેઓએ કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ મીડિયા પુત્ર છે પબ્લિક પુત્ર નથી, પ્રજાએ આમ આદમી પાર્ટી પર ક્યારેય ભરોસો નહીં કરવા જણાવી પોતાના પર ફરી વિશ્વાસ મુકશે જ એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
સાથે સાથે બંને નગરપાલિકા અને 200 ઉપરાંત ગામડાઓમાંથી મળી રહેલ જન સમર્થનને લઈને તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે વખતે તેઓ ૧૮ થી ૨૦ હજાર મતની લીડ આપી પ્રજા ફરી વખત ગાંધીનગર મોકલશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here