આઇપીએલ : ‘જામનગરી બાપુ’નું ‘રોયલ’ સન્માન

0
1898

મુંબઇ : જ્યારથી આઈપીએલની શરૂઆત થઈ છે ત્યારથી જામનગરના રવિન્દ્ર જાડેજા ક્રિકેટ વિશ્વમાં છવાઈ ગયો છે. હાલ ચેન્નઈ સુપર કિંગ્સ ટીમનો આધારભૂત હિસ્સો બનેલ રવિન્દ્ર જાડેજાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું છે. દુબઇ ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં જાડેજાને તલવાર આપી સન્માનિત કરવામાં આવ્યા છે.

આજે ચેન્નાઇ સુપર કિંગ ઇલેવન દ્વારા રવિન્દ્ર જાડેજાનું દુબઇ ખાતે વિશેષ સન્માન કરવામાં આવ્યું છે. ટીમમાં રહેલ વિશેષ યોગદાન ને લઈને દુબઈમાં CSK દ્વારા સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજની સાથે દેશનુ ગૌરવ રવિન્દ્ર જાડેજાને રજવાડી તલવાર આપી સન્માન કરવામાં આવ્યું છે. રવિન્દ્ર જાડેજા એકમાત્ર ભારતીય ખેલાડી છે જેણે આઈપીએલમાં 100થી વધુ વિકેટ ઝડપી છે અને 1900થી વધુ રન કર્યા છે.

જાડેજાના આ યોગદાન બદલ ટિમ મેનેજમેન્ટ તરફથી ખૂબ જ આકર્ષક તલવાર ગિફ્ટ કરવામાં આવી છે. જેમાં
રવિન્દ્ર જાડેજા…ધ રાજપૂત બોય…એક માત્ર લેફ્ટ આર્મ ભારતીય બોલર છે કે જેઓએ આઈપીએલમાં 100+ વિકેટ અને 1900+ રન નોંધાવ્યા છે. એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here