આમાં ક્યાંથી ભણે ગુજરાત ?: માસ્તર ટલ્લી થઇ આવતા શાળાએ..

0
441

શિક્ષક કભી સાધારણ નહી હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદમેં પલતે હે આવું વાક્ય અનેક પુસ્તકો અને કવોટેશન રૂપે વાંચ્યું જ હશે પણ અમુક એવાય શિક્ષક હોય છે જે ખુદ જ પ્રલયની ભૂમિકામાં હોય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે છોટા ઉદેપુર જિલ્લાથી જેમાં એક શિક્ષક હાથમાં ચોક પેનને બદલે બોટલ લગાવી શાળાએ આવતા હતા. એક દિવસ તો હંગામો કરતા પાપ સામે આવ્યું અને જીલ્લા શિક્ષણ પ્રસાસને પ્યાસી શિક્ષકને ઘરે બેસાડી દીધા અને આચાર્ય સામે પણ ખાતાકીય કાર્યવાહી શરુ કરી છે.

નસવાડી તાલુકાના વાંકી ખાખર ગામની પ્રાથમિક શાળાની આ ઘટના છે. આ શાળાના શિક્ષક પ્રકાશ ચૌધરીની નિમણુક થઇ ત્યારે ખુબ સારી રીતે અભ્યાસ કાર્ય ચાલતો હતો. પણ સમય જતા આ જ શિક્ષક દારુ પી શાળએ આવવા લાગ્યા, ધીમે ધીમે આ શિક્ષકની દારૂની લત કાયમીની થઇ ગઈ અને દરરોજ ચિક્કાર દારૂ પી શાળાએ આવવા લાગ્યા, આ બાબતે શાળાના બાળકોએ વાલીઓને ફરિયાદ કરી હતી. જેની  સામે શાળા આચાર્યએ દરકાર જ ન લીધી, તાજેતરમાં દારુ પીને છાકટા થયેલ શિક્ષક પ્રકાશે બખેડો કર્યો હતો. જેને લીધે શાળાના વિદ્યાર્થીઓ ભયભીત બન્યા હતા. આ બાબતને લઈને વાલીઓએ જીલ્લા શિક્ષણ તંત્રને જાણ કરી રજુઆત કરી હતી. આ ઘટનાથી અજાણ શિક્ષણ વિભાગે તપાસ કરાવી હતી જેમાં સત્ય બહાર આવતા શિક્ષણને તાત્કાલિક અસરથી છુટા કરી દેવામાં આવ્યા હતા અને દારુની ઘટના છતાં જાણ ન કરતા આચાર્ય સામે પ્રસાસને ખાતીકીય કાર્યવાહી કરી દાખલો બેસાડ્યો  છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here