અનૈતિક : પુખ્ત વયના બે પુત્રોની માતાને સજાતીય સંબંધ બંધાયો લેડી ડોન સાથે, પછી..?

0
1131

જામનગર અપડેટ્સ : અમદાવાદના ધોળકા તાલુકા મથકે પાડોસમાં રહેતી એક મહિલાને તેણીની બાજુમાં જ એકલી રહેતી મહિલા સાથે સજાતીય સંબંધ બંધાયા બાદ બંને પતિ-પત્નીની જેમ રહેવા લાગ્યા હતા. આખરે પુત્રો અને પતિએ તેણીને પરાણે ઘરે લાવ્યા બાદ પણ સબંધો ચાલુ રાખતા તેણીના પતિને તેણીને ઘર બહાર કાઢી મૂકી હતી. જેને લઈને પિયર ગયેલ તેણીને પિયરે પણ ધિક્કારી દેતા આ ઘટના ૧૮૧ સુધી પહોચી હતી.

અમદાવાદના ધોળકામાં રહેતા એક સરકારી કર્મચારીની આધેડ પત્નીએ ઢળતી ઉમરે લખણ લટકાવ્યાનો કિસ્સો બહાર આવ્યો છે. બન્યું એવું કે તેણીના ઘરની બાજુમાં રહેતી એક અલ્લડ યુવતી સાથે દોસ્તી થઇ હતી. સમય જતા આ મિત્રતા સજાતીય સબંધમાં પરીવર્તન પામી હતી. શરૂઆતમાં એક બે દિવસે અલ્લડ યુવતીના ઘરે જતી મહિલા હવે ત્રણ ચાર દિવસ સુધી રોકાઈ પણ જતી અને શહેરમાં બંને એક જ બાઈક પર હરવા ફરવા લાગી હતી. ૨૧ વર્ષના પુખ્ત અને અન્ય એક પુખ્તતાના ઉંબરે ઉભેલા પુત્ર સહીત બે પુત્રોની માતાએ આવું કરતા તેણીના પતિ જે તે યુવતીના ઘરેથી લઇ આવ્યા હતા. છતાં પણ મહિલાએ એ યુવતી સાથે સબંધો ચાલુ રાખતા તેના પતિએ તેને હાંકી કાઢી હતી જેથી મહીલા પિયર ગઈ હતી. જો કે પિયરમાં પણ તેણીને જાકારો મળતા તેણે ૧૮૧ અભયમની મદદ માંગી હતી. ત્યારે આ સમગ્ર કિસ્સો સામે આવ્યો હતો. હાલ આ પ્રકરણ ચર્ચાસ્પદ બન્યું છે. જે પરિવારની અંગત બાબતને ધ્યાને રાખી નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here