આવું હોય ?સાળી સાથે થયો પ્રેમ, બંને બહેનોની સાથે રહેવા બનેવીએ કર્યો આવો પ્લાન…

0
1059

જામનગર અપડેટ્સ : મોરબી જિલ્લાના વાંકાનેરમાં એક લંપટ બનેવીએ પોતાની પત્ની અને સાળી સાથે રહેવા એવો પ્લાન રચ્યો પણ પોલીસ તપાસમાં પ્લાન પર પાણી ફરી વળ્યું અને બનેવી ઉઘાડા પડી ગયા, વાત છે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ પ્રકરણની,

વાંકાનેરમાં રહેતા નરશીભાઈ દેવજીભાઈ પઢારિયા રહે મોરબી મહેન્દ્રનગર તક્ષશીલ સ્કુલની બાજુમાં વાળાએ ગત. તા.૨૨-૦૯-૨૦૨૦ ના રોજ જાહેર કરેલ હતું કે પોતાની દીકરી મોનિકા (ઉ.૨૭) વાળી પોતાનું સ્કુટર જીજે ૩૬ સી ૬૬૪૦ વાળું લઈને પોતાના ઘરે મોરબીથી નીકળી વાંકાનેર મહાદેવનગર પંચાસર રોડ પર મોટી દીકરી દીપ્તિના ઘરે ગઇ હતી. ત્યારબાદ ગત તા. ૨૦-૦૯ ના રોજ વાંકાનેરથી મોરબી પોતાના ઘરે આવવા માટે નીકળી હતી. દરમિયાન વાંકાનેરના ઢુવા ગામે મહાનદીના પુલ પર પોતાનું એકટીવા તથા મોબાઈલ તથા વોલેટ મૂકી કોઈને કહ્યા વગર જતી રહેલ હોય જે મામલે વાંકાનેર પોલીસમાં ગુમ નોંધ કરાવી હતી. જેને લઈને મોરબી જીલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાએ સ્થાનિક પોલીસને તાત્કાલિક તપાસના આદેશ કર્યા હતા. જેમાં સાહેદો તથા ગુમ થનારના બનેવી સંદીપ કિશોરભાઈ ગોહેલના નિવેદનો લીધા હતા.જેમાં ગુમ થનાર અંગે કોઈ હકીકત જાણતા નહિ હોવાનું જણાવ્યુ હતું. છતાં પણ પોલીસે તપાસ બનેવી સંદીપ પર કેન્દ્રિત કરી હતી. પોલીસ પુછપરછમાં જે હકીકત સામે આવી તે જાણી પોલીસ પણ ચોકી ગઈ હતી.

ગુમ થનાર મોનિકા સાથે પોતાને પ્રેમ સબંધ હોય જેથી પોતે જ વાંકાનેર ખાતે મકાન ભાડે અપાવી સાથે રહેતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે બનેવી સંદીપભાઈ કિશોરભાઈ ગોહેલ હકીકત જાણતો હોવા છતાં પોલિસને સાચી હકીકત પૂરી પાડી નહિ અને પોલીસને ગેરમાર્ગે દોડી સત્ય હકીકત છુપાવેલ હોય જેથી સંદીપભાઈ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી તેમજ ગુમ થનાર મોનિકાને તેના વાલીને સોપવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here