બહુચર્ચિત ગુજસીટોક પ્રકરણ : આ સાત આરોપીઓને રેગ્યુલર જામીન મળશે ??આજકાલમાં ફેંસલો

0
1083

જામનગર : જામનગરના કુખ્યાત જમીન માફિયા અને ખંડણીખોર જયેશ પટેલ અને તેની ટોળકી સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી આ કાર્યવાહીને લઈને સરકાર અને પોલીસની વાહવાહી થઇ હતી. જામનગરમાં કાયદો અને વ્યવસ્થાની ખાડે ગયેલ સ્થતિને નાથવા ખુદ સરકારે રસ લઇ કાર્યવાહી કરી હતી. જયેશ પટેલ આણી સામે નોંધાયેલ ફરિયાદ બાદ ૧૨ સખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે. અંત્યત શાંત પડી ગયેલ આ પ્રકરણ ગઈ કાલે વધુ એક વખત ચર્ચામાં જયારે આરોપીઓએ કરેલ જમીન અરજી પર દલીલો પૂર્ણ થઇ છે. પોલીસ દ્વારા રજુ કરવામાં આવેલ ત્રણ હજાર પાનાંના ચાર્જસીટમાં પણ ચોકાવનાર ખૂલાસા થયા હતા. દરમિયાન  ૧૨ પૈકીના ૭ આરોપીઓએ જેલમાંથી છૂટવા જામીન અરજી કરી હતી. આ અરજીના કામે બંને પક્ષે કરવામાં આવેલ દલીલો પૂર્ણ થઇ છે. નજીકના સમયમાં જ અરજી પર હુકમ કરવામાં આવશે. જયારે હજુ પણ જીલ્લા ભરમાં એક જ સવાલ છે કે લંડનમાં પકડાયેલ માફિયા જયેશ પટેલને ક્યારે ભારત લઇ આવવામાં આવે છે ?

સરકારે જયેશ પટેલને નાથવા માટે પ્રથમ એસપી તરીકે દીપન ભદ્રનની નિમણુક કરી સ્પસ્ટ સંકેત આપ્યા કે હવે જયેશ પટેલની ખેર નથી. એસપી ભદ્રને પોતાની ટીમના સભ્યોને રાજ્યભરમાંથી જામનગરમાં બોલાવી લઇ શરુ કર્યું ઓપરેશન જયેશ પટેલ, પોલીસે જયેશ પટેલનું નેટવર્ક સંભાળતા ભાજપના પૂર્વ નગરસેવક અતુલ ભંડેરી, પૂર્વ પોલીસકર્મી વસરામ આહિર, બિલ્ડર નીલેશ ટોલિયા અને વકીલ વીએલ માનસતા સહિતનાઓ સામે ગુજ્સીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.  ત્યારબાદ આ તમામ સસ્ખ્સોને જેલ ભેગા કરાયા હતા પરંતુ જયેશ પટેલ હાથ ન હતો અંતે જયેશ પટેલે જે ભાડુતી માણસો પાસે વકીલની હત્યા કરાવી હતી તે ત્રણ સખ્સોને પશ્ચિમ બંગાળથી ઉઠાવી લીધા હતા. આ ત્રણેય સખ્સોને ઉઠાવી લીધાના દિવસે જ વધુ એક સારા સમાચાર લંડનથી આવ્યા હતા. લંડન પોલીસે પણ જયેશ પટેલને દબોચી લીધો હતો.

ગુજ્સીટોક સબબ પકડાયેલ સખ્સો પૂછપરછ દરમિયાન ગેંગ પાસેથી પોલીસે ખંડણી પેટે ઉઘરાવેલ પાંચ કરોડની રકમ રીકવર કરી છે અને સમગ્ર રેકેટનો મુખ્ય સુત્રધાર જયેશ પટેલ હોવાનું પોલીસે ચાર્જસીટમાં સ્પષ્ટ કર્યું છે. પોલીસે રાજકોટની સ્પેસ્યલ કોર્ટમાં ૩ હજાર પેજનું ચાર્જસીટ રજુ કર્યું છે. આ ઉપરાંત જયેશ પટેલ કેટલા માલેતુજારોને શિકાર બનાવ્યા તેમજ ખંડણી ક્યાં રૂટ-ચેનલથી વસુલી નિયત સ્થળે પહોચતી કરવામાં આવતી આ તમામ બાબતોને ચાર્જસીટમાં વણી લેવામાં આવી છે. ચાર્જસીટ રજુ થયા બાદ ભાજપના પૂર્વ નગરસેવક અતુલ ભંડેરી, પૂર્વ પોલીસકર્મી વસરામ આહિર, બિલ્ડર નીલેશ ટોલિયા અને વકીલ વીએલ માનસતા, બિલ્ડર મુકેશ અભંગી, પ્રવીણ ચોવટિયા અને પ્રફુલ પોપટ સહિતનાઓએ રેગ્યુલર જામીન માટેની અરજી દાખલ કરી હતી. રાજકોટની સ્પેશિયલ કોર્ટમાં હાલ આ અરજી પર દલીલો પૂર્ણ થઇ છે. જો કે અરજીના કામે કોર્ટે હજુ સુનાવણી કરી નથી પરંતુ નજીકના સમયમાં જ સુનાવણી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here