રવિવારની રોનક, આ ત્રણ તાલુકાઓમાં અડધાથી અઢી ઇંચ વરસાદ

0
706

જામનગર : જામનગર જીલ્લાના ત્રણ તાલુકામાં રવિવારનો રોનક દેખાઈ હતી. જીલ્લાના ત્રણ તાલુકાઓમાં આજે દિવસ દરમિયાન અડધા ઇંચ થી અઢી ઇંચ વરસાદ વરસ્યો હોવાના સતાવાર સમાચાર છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહીના પગલે આજ સવારથી જ જીલ્લાભરમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. બપોર સુધીમાં જામનગર શહેર સહિત પંથકમાં જોરદાર ઝાપટા પડ્યા હતા. તાલુકાના ખારા બેરાજા, દોઢીયા, લોઠીયા, પીપળી, મોટી ખાવડી અને નાની ખાવડીમાં જોરદાર ઝાપટા પડી જતા બજારોમાંથી પાણી ચાલી વહી નીકળ્યા હતા. નાની ખાવડી ગામે માલાભાઇ મોરી ઉવ ૫૦ નામના પ્રૌઢ પર વીજળી પડતા તેઓ દાજી ગયા હતા અને તેઓને જામનગર જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત કાલાવડ તાલુકા મથકે મથકે બપોરે બાદ અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. જેને લઈને કાલાવડમાં મોષમનો કુલ ૨૯ એમએમ વરસાદ નોંધાયો છે. જયારે ધ્રોલ તાલુકા મથકે બપોર બાદ ગાજવીજ સાથે ૨૧ મીમી વરસાદ વરસ્યો હતો, જયારે રવિવારની સાચી રોનક જામજોધપુર તાલુકા મથકે નોંધાયા હતા. જેમાં ગાજવીજ અને ભારે પવન સાથે તાલુકા મથકે બપોરે ૧૫ મીમી વરસાદ નોંધ્યા બાદ આ જ રફતાર સાંજે છ થી આઠ વાગ્યા દરમિયાન વધુ તોફાની અને જમજમ રૂપી બની હતી. આ બે કલાકના ગાળામાં વધુ ૪૫ મીમી વરસાદ વરસતા દિવસનો કુલ ૬૫ મીમી વરસાદ નોંધાયો હતો. બીજી તરફ લાલપુર તાલુકા મથકે વરસાદ નોંધાયો ન હતો પરંતુ ગ્રામ્ય પંથકમાં એકાદ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના બિન સતાવાર અહેવાલ મળ્યા છે. જેમાં ભલસાણ ગામે વરસાદ સાથે વીજળી વેરણ બનતા સુરેન્દ્રસિંહ નામના ખેડૂતની ભેસ પર વીજળી પડતા ભેસનું મોત થયું હોવાનું જામનગર કંટ્રોલ રૂમ દ્વારા જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here