હા મોજ હા : પીઆઈની ચેમ્બરમાં આરોપીએ કર્યો ડાયરો, પીઆઈએ આવી કરી કદર

0
1177

જામનગર : વાત છે સુરેન્દ્રનગર જીલ્લાના મુળી પોલીસ દફતરની, સ્થાનિક પોલીસે તાજેતરમાં જુગાર સબંધિત એક દરોડો પાડ્યો હતો. જેમાં ફરાર આરોપીની પાછળથી અટકાયત કરી પોલીસ દફતરમાં લઇ આવવામાં આવ્યો હતો અને આ  કલાકાર આરોપીએ કલાના એવા કામણ પાથર્યા કે ખુદ પોલીસ ઇન્સ્પેકટર આભા બની ગયા અને ‘કલાકાર’ને એક હજાર રૂપિયા પણ ભેટ આપ્યા હતા.

હાલ સોસીયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, જેમ પોલીસ અધિકારીની ચેમ્બરમાં એક કલાકાર પોતાના સુરીલા કંઠે ભજન-લોકગીતની સુરાવલી લહેરાવતો દેખાય છે. કલાકારનો મધુર શુર સાંભળી પોલીસ અધિકારી ખુશ થઇ જાય છે અને કલાકારને એક હાજર રૂપિયા ભેટ આપે છે.

આ ઘટના છે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી પોલીસ સ્ટેશનની, મૂળી પોલીસે સરા ગામમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન જયમંત દવે સખ્સ સહિતનાઓ ફરાર જાહેર થયા હતા. આ દરોડા બાદ આરોપી જયમંત દવે મુળી પોલીસમાં હાજર થયો હતો. હાર્મોનિયમ સાથે પોલીસ દફતરમાં હાજર થયેલ આરોપી તો કલાકાર છે એવી જાણ થતા પીઆઈ ડી જે જાલાએ ચેમ્બરમાં બોલાવી ડાયરો કરાવ્યો હતો.

કલાકાર દવેએ એક પછી એક ભજન અને લોક ગીતની સુરાવલી રહેરાવતા પોલીસ અધિકારી ખુશ ખુશ થઇ ગયા હતા. અને પોલીસ સ્ટેશનમાં આમ આરોપીઓ સાથે જે વ્યવહાર કરવાને બદલે પીઆઈએ એક હજાર રૂપિયા આપી કલાકારની કલાની કદર કરી હતી.

આ ઘટના ત્યારે સામે આવી જયારે આરોપી દવે એ આ વિડીયો પોતાના સોશિયલ મીડીયાના એકાઉન્ટમાં અપલોડ કર્યો હતો. જેમાં તેને લખ્યુ પણ હતું, “મારા પરમ મિત્ર મૂળી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી. જે. ઝાલા સાહેબ સાથે મૂળી પોલીસ સ્ટેશનમાં મોજ.” આ વિડીયો વાયરલ થતા જ રાજ્યભરમાં નાગરિકો બોલી રહ્યા છે હા મોજ હા,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here