ભર બજારે યુવાને કપડા કાઢી નાખ્યા, પછી થયું આવું ?

0
813

જામનગર : કોઈ ને કોઈ બાબતે નકરાત્મક બાબત સામે આવી જતા મોટા ભાગના વ્યક્તિઓ પીતો  ગુમાવી દેતા હોય છે ત્યારે સુરતના અડાજણમાં ગઈ કાલે આવો જ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.

અડાજણમાં સ્ટાર બજારમાં રહેતા ગાર્ડન વેલી એપાર્ટમેન્ટનાંમાં રહેતા મિહિર ધનવંતભાઈ ગોહિલ સોમવારે કોઈ કામ સબબ ગ્રીન આર્કેડ આવ્યો હતો. દરમિયાન બપોરે બાર વાગ્યે આ યુવાને અચાનક જ ભર બજારે રોડ પર વિચિત્ર હરકત કરવા લાગ્યો હતો અને જેને નિહાળી લોકો પણ અવાચક થઇ ગયા હતા. આ યુવાને એક પછી એક એમ તમામ કપડા કાઢી નાખી બજાર વચ્ચે નાગન થઇ જતા અમુક લોકોને તો મજા આવી હતી તો અમુક પોતાના મોબાઈલમાં વિડીયો બનાવવા લાગ્યા હતા તો નગ્ન યુવાનની હરકતથી મહિલાઓ અને યુવતીઓ ક્ષોભમાં મુકાઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતા જ ગ્રીન આર્કેડ પર પહોંચી અડાજણ પોલીસે યુવકને આંતરી લીધો હતો. ભર બજારે મણ મણનો વાણી વિલાસ આચરતા યુવાનને ડીટેઈન કરી પોલીસ લઇ ગઈ હતી. ટીવાય બી.કોમ. સુધી ભણેલા યુવાનને કેનેડા જવું છે. પરતું વીઝા નહિ મળતા યુવાન ડીપ્રેશનમાં આવી ગયો હતો.  બીજી વિગતો મુજબ વર્ષો પૂર્વે મિહિરના માથા પર પંખો પડતા તેને ગંભીર ઈજા પહોચી હતી. જેના કારણે પણ કદાચ આવું વર્તન કર્યું હોઈ શકે, વિઝા નહી મળતા કે પછી વર્ષો પૂર્વેની ઈજાના કારણે યુવાને આવું વર્તન કર્યું હોય એ તો ફલિત થયું નથી. પરંતુ જે થયું તેનાથી અમુક લોકોને જોણું થયું તો અમુક લોકોને શરમ પણ આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here