આસ્થા ડાંગર : જામનગર શહેરને મળ્યા નવા પ્રાંત અધિકારી, અન્ય બે અધિકારીની પણ નિયુક્તિ

0
757

જામનગર: રાજ્યમાં જીએસએસ કેડરમાં બદલીનો ગંજી પતો પીસાયો છે. જેમા જામનગર જિલ્લાને બે નવા અધિકારીઓ મળ્યા છે જેમાં પુરવઠા અધિકારી અને લાલપુર પ્રાંત અધિકારીનો સમાવેસ થાય છે. રાજ્ય સરકાર દ્વારા આજે ૨૯ જીએએસની બદલીના ઓર્ડર કર્યા છે. જેમાં ડેપ્યુટી કલેકટર, પુરવઠા અધિકારી, સ્પેશિયલ જમીન સંપાદન અધિકારી, જીલ્લા આયોજન અધિકારી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, પ્રાંત અધિકારીઓનો સમાવેશ થાય છે.

આ બદલીઓમાં જામનગર શહેરના નવા પ્રાંત અધિકારી તરીકે અસ્થા ડાંગરની નિયુક્તિ કરવામાં આવી છે. કુમારી આસ્થા ડાંગર હાલ ધ્રોલ-જોડિયાના પ્રાંત અધિકારી તરીકે જ કાર્યરત હતા. જયારે પંચમહાલ જીલ્લામાં ફરજ પર રહેલા જીએએસ નીલક્ષ મકવાણાને જામનગરના નવા પુરવઠા અધિકારી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આ ઉપરાંત ભરૂચમાં ફરજ બજાવતા જીએએસ નીતિન સાવલીયાની લાલપુર પ્રાંત તરીકે તબદીલી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here